Home Gujarat Surat Limbayat House Break Theft Case Solved

સુરતના લિંબાયત વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરતના લિંબાયત વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2026, 01:31 PM IST

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં થયેલા અન-ડિટેક્ટ ઘરફોડ ચોરી અને મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસ ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારોના આશરે 50 થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી. વિશ્વાસુ બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે આરોપી માવીયા S/O મુસ્તાક શા (ઉ.વ. 29, રહેવાસી લિંબાયત, મૂળ મહારાષ્ટ્ર) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપી પાસેથી સોનાના ઘરેણા કુલ 165.25 ગ્રામ, ચાંદીના ઘરેણા 126 ગ્રામ તથા કુલ રૂપિયા 10,07,000/- જેટલો મુદ્દામાલ અને એક મોબાઇલ ફોન (કિંમત રૂપિયા 10,000/-) મળી કુલ 10 લાખથી વધુની રિકવરી કરવામાં આવી છે.

આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપી સામે અગાઉ પણ ચોરી સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now