Home Gujarat Surat Female Rfo Sonalben Shot

સુરતમાં મહિલા RFO સોનલબેનને ગોળી વાગી : કોણે ફાયરિંગ કર્યું?, પોલીસ કાફલો ઘટનાસ્થળે

સુરતમાં મહિલા RFO સોનલબેનને ગોળી વાગી
Published by: OBS Bureau
Last Updated: Nov 06, 2025, 02:44 PM IST

સુરત જિલ્લામાં ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલબેનને ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આ બનાવ કામરેજ-જોખા રોડ પર બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લાના પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક રીતે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વિસ્તારને સીલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

RFO સોનલબેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ

ગોળી સોનલબેનને કેવી રીતે વાગી તે બાબતે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી. પ્રાથમિક તપાસ મુજબ આ અકસ્માત છે કે, કોઈએ ઇરાદાપૂર્વક ફાયરિંગ કર્યું છે, તે બાબત હજુ રહસ્યમય બની છે. RFO સોનલબેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી સારવાર હેઠળ રાખવામાં આવી છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળે

પોલીસ દ્વારા ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે અને આસપાસના CCTV ફૂટેજ પણ ચકાસી રહ્યા છે. આ સાથે ગોળીબારી પાછળનું કારણ જાણવા અને શક્ય ગુનેગારોને ઝડપવા માટે સુરત જિલ્લા પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવે સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચાવી છે અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓમાં પણ ચિંતા ફેલાઈ છે. પોલીસ તરફથી સોનલબેનની હાલત અને ઘટનાના કારણ અંગે જલ્દી જ અધિકૃત માહિતી જાહેર થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરત સચિન GIDCમાં ભીષણ આગ
Play Video
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગણગણાટ
'ઘર કા ભેદી લંકા ઢાયે'
અમદાવાદમાં બનશે બુર્જ ખલીફા જેવી બિલ્ડિંગ
ખાદ્યતેલના ભાવમાં વધારાથી ગૃહિણીઓ ચિંતામાં