Home Gujarat Surat Surat Electric Bus Car Sharing Fuel Saving Plan

સુરત મનપાનું ઈંધણ બચત અને ગ્રીન ટ્રાન્સપોર્ટ તરફ મોટું પગલું : કાર શેરિંગથી લઈને ઈલેક્ટ્રિક બસો સુધીની થશે અમલવારી

સુરત મનપામાં પડેલી સરકાર ગાડીઓની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 14, 2026, 02:24 PM IST

સુરત શહેરમાં ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલના અનુસંધાને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પેટ્રોલ અને ડીઝલના ઉપયોગમાં ઘટાડો કરવા માટે નવી પહેલ શરૂ કરાઈ છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવાનો અને ખર્ચમાં ઘટાડો કરવાનો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક અમલવારીરૂપે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અધિકારીઓ માટે કાર શેરિંગ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. હવે મહાનગર પાલિકાના અધિકારીઓ અલગ અલગ વાહનોમાં જવાના બદલે એક જ કારમાં 4 અધિકારીઓ મુસાફરી કરશે. આ પગલાંથી વાહનોની સંખ્યા ઘટશે અને ઈંધણની બચત થશે.

કાર શેરિંગથી ખર્ચમાં ઘટાડો

સુરત મહાનગર પાલિકાનાં નિર્ણયથી ફક્ત ઈંધણ બચત જ નહીં, પરંતુ શહેરમાં ટ્રાફિક દબાણ પણ ઓછું થશે. એક કારમાં વધુ અધિકારીઓની મુસાફરીથી માર્ગ પર વાહનોની સંખ્યા ઘટશે જેનાથી ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો થવાની શક્યતા છે. આ પહેલની કાર્યક્ષમતા વધારવા માટેનો એક વ્યાવહારિક ઉપાય માનવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત, સુરત મહાનગર પાલિકા જાહેર પરિવહન વ્યવસ્થામાં પણ મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આગામી સમયમાં આશરે 600 જેટલી નવી ઈલેક્ટ્રિક બસો શહેરમાં દોડાવવામાં આવશે. આ ઈલેક્ટ્રિક બસો શહેરનાં વિવિધ રૂટ પર સેવા આપશે જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો: Petrol Diesel Purchase New Rule: જાણો શું છે નિયમ : હવે આટલી કિંમતથી વધુનું ઇંધણ નહીં ભરાવી શકાય

ઈલેક્ટ્રિક પરિવહન તરફ વેગ

સુરતના તમામ BRTS રૂટ પર હવે ધીમે ધીમે ઈલેક્ટ્રિક આધારિત પરિવહન વ્યવસ્થાને પ્રાધાન્ય આપવામાં આવશે. આ પગલાં શહેરને ગ્રીન અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ તરફ આગળ ધપાવશે. શહેરમાં હાલ ચાલતી ડીઝલ બસોની જગ્યાએ ઈલેક્ટ્રિક બસો આવવાથી હવા પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. તે સિવાય, ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવતી ગાડીઓ માટે પણ મનપાએ નવી દિશામાં વિચાર શરૂ કર્યો છે. હવે આવી સેવાઓ માટે ઈલેક્ટ્રિક વાહનોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ પગલાંથી શહેરના રહેણાંક વિસ્તારોમાં પ્રદૂષણ અને અવાજ બંનેમાં ઘટાડો થશે.

આ પણ વાંચો: સરકારી કચેરીમાં વર્ક ફ્રોમ હોમ..., VVIP કાફલામાં ઘટાડો... : PM મોદીની 'અપીલ' બાદ અનેક રાજ્યોની સરકાર એક્શનમાં!

પર્યાવરણ અને અર્થતંત્રમાં ફાયદો

મનપાના આ તમામ નિર્ણયોનો સીધો ફાયદો શહેરના પર્યાવરણ અને નાણાકીય વ્યવસ્થાપન બંને પર પડશે. ઈંધણ પાછળ થતા કરોડો રૂપિયાના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેનાથી અન્ય વિકાસ કાર્યો માટે ફંડ ઉપલબ્ધ થશે. સાથે જ, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાથી પર્યાવરણની જાળવણીમાં પણ મદદ મળશે શહેરના નિષ્ણાતોનું માનવું છે કે આ પહેલ અન્ય શહેરો માટે પણ એક ઉદાહરણ બની શકે છે. જો આ મોડલ સફળ થાય, તો દેશના અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો પણ આ દિશામાં આગળ વધી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now