Home National Kerala Petrol Diesel Purchase Limit New Rule 2026

Petrol Diesel Purchase New Rule: જાણો શું છે નિયમ : હવે આટલી કિંમતથી વધુનું ઇંધણ નહીં ભરાવી શકાય

petrol diesel purchase limit
Published by: Viral Patel
Last Updated: May 14, 2026, 01:57 PM IST

Petrol Diesel Purchase New Rule: કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર રેશનિંગ (મર્યાદા) લાગુ કરી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રિટેલ આઉટલેટ્સ પર ઇંધણની સતત ઉપલબ્ધતા જાળવી રાખવાનો છે.

ઉર્જા સંકટની આશંકા વચ્ચે, રાજ્ય પેટ્રોલિયમ ટ્રેડર્સ એસોસિએશને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેથી પેટ્રોલ પંપ પર અચાનક સ્ટોક ખાલી ન થઈ જાય અને દરેક સામાન્ય માણસને તેની જરૂરિયાત મુજબનું તેલ મળી રહે. ચાલો સમજીએ કે આ નવા નિયમો શું છે અને તેની સામાન્ય જનતા પર શું અસર પડશે.

મોંઘવારીનો થયો મોટો વિસ્ફોટ! તોડ્યો 42 મહિનાનો રેકોર્ડ! : જથ્થાબંધ મોંઘવારી 8.30% પર, ઇંધણ અને વીજળીના ભાવ આસમાને...!!

1. પેટ્રોલ માટે ₹5,000ની મર્યાદા

કેરળમાં હવે કોઈપણ વ્યક્તિ એકવારમાં ₹5,000થી વધુનું પેટ્રોલ ખરીદી શકશે નહીં. કાર, બાઈક અને ઓટો-રિક્ષા ચાલકો માટે આ મર્યાદા પૂરતી છે, કારણ કે સામાન્ય રીતે આટલા રૂપિયામાં ટાંકી ફુલ થઈ જાય છે. તેથી સામાન્ય જનતાએ ગભરાવાની જરૂર નથી.

2. ડીઝલ પર 200 લિટરનો બ્રેક

ડીઝલ ખરીદનારાઓ માટે પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. એકવારમાં મહત્તમ 200 લિટર ડીઝલ જ મળી શકશે. આ નિયમ લાંબા અંતરના ભારે ટ્રકો અને ખાનગી બસો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે તેમને તેમની મુસાફરી પૂર્ણ કરવા માટે આના કરતા વધુ તેલની જરૂર પડતી હોય છે.

હવે દાયકાઓ સુધી નહીં રહે LPG-ગેસની તંગી! : ભારતનો ₹40,000 કરોડનો એનર્જી પ્લાન તૈયાર, ઓમાનથી ગુજરાત સુધી બનશે અંડર-સી ગેસ પાઇપલાઇન

3. ડ્રમ અને કેન (ડબ્બા) માં તેલ લઈ જવા પર પ્રતિબંધ

રાજ્યમાં હવે ડ્રમ, જેરીકેન કે અન્ય કોઈ મોટા કન્ટેનરમાં જથ્થાબંધ ઇંધણ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આનો હેતુ તેલની સંગ્રહખોરી રોકવાનો અને પંપ પર ઉપલબ્ધ સ્ટોક માત્ર વાહનો માટે જ વપરાય તે સુનિશ્ચિત કરવાનો છે.

શા માટે પડી રેશનિંગની જરૂર?

તેલ કંપનીઓ હવે પંપ માલિકોને માત્ર 2-3 દિવસનો જ સ્ટોક આપી રહી છે. આ ઉપરાંત, ક્રેડિટ સુવિધા (ઉધાર) બંધ થવાને કારણે નાના પંપ માલિકો માટે મોટી માત્રામાં તેલ મંગાવવું મુશ્કેલ બન્યું છે. રેશનિંગ લાગુ થવાથી એ ફાયદો થશે કે કોઈ મોટો ખરીદનાર એકસાથે બધો સ્ટોક ખરીદી શકશે નહીં અને તેલની અછત સર્જાશે નહીં.

LPG પર એકસાથે બે મોટી ખુશખબર! : યુદ્ધના જોખમ વચ્ચે પણ રાહત, જાણીને ચોંકી જશો!


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now