Home Gujarat Surat East Deo Bogus Signature Scam Major Exposure Of Tampering With Records

સુરત પકડાયું પૂર્વ DEO બોગસ સહી કૌભાંડ : 80 થી વધુ ખાનગી શાળાઓ બોગસ, રેકોર્ડમાં ચેડાંનો મોટો પર્દાફાશ

સુરત પકડાયું પૂર્વ DEO બોગસ સહી કૌભાંડ
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2025, 07:14 AM IST

Surat Crime: સુરતમાં શિક્ષણ વિભાગમાં મોટા પાયે ગેરરીતિઓ બહાર આવી છે. બે પૂર્વ DEO ની બોગસ સહીઓ વડે અનેક ખાનગી શાળાઓના રેકોર્ડમાં ચેડાં કરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જિલ્લાની ઓછામાં ઓછી 25 ખાનગી શાળાઓના રેકોર્ડ સાથે ગેરકાયદેસર રીતે ફેરફાર કરી માન્યતા તથા લોકેશનમાં ફેરફાર કરાયા હતા.

મળતી માહિતી અનુસાર, જિલ્લામાં કેટલાક ઇન્સ્પેક્ટર અને કર્મચારીઓની મિલીભગતથી આ આખું રમખાણ ચાલતું હતું. તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં 65 માંથી માત્ર 4 શાળાઓને જ માન્યતા આપવામાં આવી હતી, જ્યારે શંકાસ્પદ દસ્તાવેજોના આધારે બાકીની શાળાઓ માન્યતા મેળવતી રહી હતી.

સુરત DEO એ 80 પૈકીની 21 શાળાઓની માન્યતા રદ કરવાની ભલામણ ગુજરાત બોર્ડને કરી છે. તપાસ દરમ્યાન કુલ 80 શાળાઓ બોગસ હોવાનું પણ બહાર આવ્યું, જેઓએ નકલી દસ્તાવેજો બનાવી માન્યતા મેળવી હતી.

સર્વોચ્ચ સુરક્ષા વ્યવસ્થા માટે શિક્ષણ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. શાળાઓના રેકોર્ડમાં વધુ ચેડાં ન થાય તે માટે 106 શાળાઓના UDISE ડેટા લોક કરવામાં આવ્યા છે. કારણ કે બનેલા ગોટાળામાં UDISE ના આઈડી પાસવર્ડ ચોરી કરી ગેરકાયદેસર રીતે ડેટા અપલોડ કરવામાં આવ્યો હતો.

પૂર્વ DEO ની નકલી સહી કરીને ઓર્ડર ઈશ્યૂ કરાયા હોવાનું સામે આવતા સમગ્ર વિભાગમાં ચકચારી મચી ગઈ છે. હાલ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની શક્યતા છે.

શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના હિતને કોઈ નુકસાન ન થાય તે માટે તમામ શંકાસ્પદ રેકોર્ડને સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને તપાસ પૂરી થાય ત્યાં સુધી કોઈ ફેરફાર શક્ય નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ