Surat Loan Fraud Case: તમે અત્યાર સુધી એવા અનેક કિસ્સા જોયા હશે કે જેમાં હનીટ્રેપના માધ્યમે મોટા અધિકારીઓ પાસે કામ કઢાવતા હોય અથવા બ્લેકમેઇલ કરતાં હોય છે, પરંતુ સુરતમાં આનું ઊલટું જોવા મળ્યું. વાસ્તવમાં એક મહિલા PSI શીતલ ચૌધરીએ હોશિયાર ગુનેગાર ગિરીશની ‘હનીટ્રેપ’ના જાળમાં ફસાવી ધપકડ કરી છે.
શું છે આખો મામલો?
સુરત શહેર પોલીસના PSI શીતલ ચૌધરીએ ફિલ્મી રીતે કુખ્યાત છેતરપિંડી કરનાર ગિરીશ દેવરાની ધરપકડ કરી હતી. દેવરા પર ફોર્ચ્યુનર કાર ખરીદવા માટે ₹30 લાખની લોન લેવાનો આરોપ હતો, પરંતુ બાદમાં તે કાર વેચીને ફરાર થઈ ગયો હતો. પોલીસથી બચવા માટે, તેણે પોતાનો ફોન બંધ રાખ્યો હતો અને ફક્ત વોટ્સએપ પર એક્ટિવ હતો.
શીતલ ચૌધરીએ એક યોજના બનાવી
આ ચાલાક છેતરપિંડી પકડવા માટે, PSI શીતલ ચૌધરી અને તેમની ટીમે એક યોજના બનાવી. તેણીએ "પૂજા" તરીકે ઓળખાણ આપીને વોટ્સએપ દ્વારા ગિરીશનો સંપર્ક કર્યો. બંનેએ લગભગ 25 દિવસ સુધી વાતચીત ચાલી હતી. ત્યારબાદ ગિરીશ ફસાઈ ગયો, કારણ કે તેમની ચેટ ઝડપથી રોમેન્ટિક વાતચીતમાં ફેરવાઈ ગઈ, જેમાં " I LOVE U" અને "I MISS U" જેવા મેસેજનો સમાવેશ થતો હતો. ત્યારબાદ છેતરપિંડી કરનાર "પૂજા" ને મળવા માટે સુરતના પર્વત પાટિયા ગયો હતો.
સ્વાગત માટે ઉભી જોવા મળી 'યુનિફોર્મ પહેરેલી મહિલા'
પૂજાને મળવા સુરત પહોંચેલા ગિરીશનું યુનિફોર્મધારી PSI શીતલ ચૌધરી અને તેમની ટીમે સ્વાગત કર્યું હતું. તેમણે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી. PSI શીતલની ગુપ્ત માહિતીના કારણે, માત્ર ગિરીશ જ નહીં પરંતુ તેના સાથી કુલદીપ સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે.






