Home Gujarat Surat Crime News Kosad Awas Body Found Amroli

સુરતના અમરોલીમાં કોથળામાંથી મળ્યો મૃતદેહ! : સફાઈ દરમિયાન બહાર આવ્યો ભયાનક રહસ્ય, વિસ્તારમાં હડકંપ

સુરતના અમરોલીમાં કોથળામાંથી મળ્યો મૃતદેહ!
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 09:17 AM IST

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નિયમિત સફાઈ કામગીરી દરમિયાન સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને એક શંકાસ્પદ કોથળો જોવા મળતા શરૂઆતમાં સામાન્ય કચરાનો કોથળો હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે તેને ખોલવામાં આવ્યો ત્યારે અંદરથી એક વ્યક્તિની લાશ મળી આવતા સફાઈ કર્મચારીઓ પણ દંગ રહી ગયા હતા.

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, કોસાડ આવાસ વિસ્તારમાં સુરત મનપાનાં સફાઈ કર્મચારીઓ દરરોજની જેમ સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તા કિનારે પડેલો એક મોટો કોથળો તેમની નજરે ચઢ્યો હતો. કોથળો ભારે લાગતા શંકા ઉભી થઈ અને જ્યારે તેને ખોલવામાં આવ્યો, એટલુ જ નહી મૃતકના હાથ પગ દોરડાથી બાંધેલી હાલતમાં હતા, ત્યારે અંદર આશરે 57 વર્ષ જેટલી ઉંમરની મહિલાની લાશ જોવા મળી હતી. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવતા અમરોલી પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લોકોની ભીડ દૂર કરી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચતા તપાસને વધુ વેગ આપવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃતદેહને કોથળામાં બાંધી અન્ય ક્યાંકથી અહીં લાવી ફેંકવામાં આવ્યો હોઈ શકે છે, મૃતક ની ઓળખ થતા તેના પરિવાર ને કરાઈ છે, ત્પોયાર બાદ પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી છે અને નજીકના CCTV કેમેરાની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હાલ માટે આ સમગ્ર ઘટના હત્યા છે કે અન્ય કોઈ કારણસર મૃતદેહ અહીં લાવી ફેંકવામાં આવ્યો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. અમરોલી પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે સઘન તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now