Home Gujarat Surat Crime Branch Seizes A Large Quantity Of Drugs

સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો : આરોપી 31st પર વેચાણ માટે લાવ્યો હતો, એક આરોપી સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 12:45 PM IST

Surat Crime News : સુરતમાં 31 ડિસેમ્બર એટલે કે ન્યૂ યર ફેસ્ટિવલ પહેલા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પેટ્રોલિંગ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી નશાના કારોબાર પર મોટો પ્રહાર કર્યો છે. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સૈયદપુરા માર્કેટ પાસે આવેલા પે એન્ડ પાર્કિંગ પાસેથી પોલીસે 51.40 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત આશરે રૂ. 5,10,400 જેટલી હોવાનું જાણવા મળ્યું છે.

ડ્રગ્સ વેચાણ કરવા માટે આ જથ્થો મંગાવ્યો હતો

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન ડ્રગ્સ વેચાણ કરવા માટે આ જથ્થો મંગાવ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ રીતે ફરતા આરોપીને રોકી તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યો હતો. આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે અરબાઝ ઉર્ફે ફાઈવ ટુ ઇસ્માઇલ શેની ધરપકડ કરી છે.

પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ સંબંધિત ગુનો નોંધાયો

વધુ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ સંબંધિત ગુનો નોંધાયેલો છે. હાલ આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ન્યૂ યર પહેલા નશાના ધંધામાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે શહેરમાં નશાનો કારોબાર ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now