Home Gujarat Surat A Jeweler Ended His Life By Falling From The Fourth Floor Terrace

સુરતમાં રત્નકલાકારે ચોથા માળના ટેરેસ ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું : બેરોજગારી અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીએ લીધો જીવ

સુરતમાં રત્નકલાકારે ચોથા માળના ટેરેસ ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 06:14 AM IST

Surat Crime News : સુરત શહેરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં રત્ન ઉદ્યોગ સાથે જોડાયેલા એક યુવકે આપઘાત કર્યો છે. મળતી માહિતી મુજબ, કાપોદ્રા વિસ્તારમાં આવેલા તિરુપતિ એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી પડતું મૂકીને ઘનશ્યામભાઈ રામોલિયા નામના રત્ન કલાકારે જીવનનો અંત લાવ્યો હતો.

રત્નકાલાકારે ચોથા માળના ટેરેસ ઉપરથી પડતું મૂક્યું

ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોએ અને પ્રાથમિક માહિતી અનુસાર, ઘનશ્યામભાઈ છેલ્લા છ મહિનાથી બેરોજગાર હતા, જેના કારણે તેઓ ભારે આર્થિક તાણમાં હતા. આ ઉપરાંત તેઓ લાંબા સમયથી બીમારીથી પણ પરેશાન રહેતા હતા.

આર્થિક અને માનસિક તણાવ

બેરોજગારી અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓના કારણે માનસિક રીતે તણાવમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટના બાદ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
Play Video