Home Gujarat Sunagar Collector Rajendra Kumar Arrested For Bribery

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ 7મી સુધી રિમાન્ડ પર : ખેતીલાયક જમીનને NA કરવાનો આરોપ, 10 દિવસના રિમાન્ડની EDની હતી માંગ

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ 7મી સુધી રિમાન્ડ પર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 04:47 AM IST

ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જમીન બિનખેતી (NA) પ્રક્રિયામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આરોપી કલેકટર રાજેન્દ્ર પટેલને EDએ કોર્ટ સમક્ષ રજુ કરી 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે. રિમાન્ડ દરમિયાન વધુ દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાની તપાસ કરવાની જરૂર હોવાનું ED તરફથી કારણ રજૂ કરવામાં આવ્યું છે. સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલોની લંબાણપૂર્વક ની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 મી જાન્યુઆરીના સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. 5 દિવસ ના રિમાન્ડ દરમ્યાન ED હવે અત્યાર સુધી તેઓને મળેલા પુરાવાઓ અને અન્ય ડીજીટલ ગેજેટ્સની ચકાસણીના આધારે ડો રાજેન્દ્ર પટેલ ની પૂછપરછ કરશે.

ED તરફથી સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી વડા તરીકે ખેતીમાંથી બિનખેતીમાં રૂપાંતર માટે આવતી તમામ અરજીઓની જવાબદારી કલેકટર પર આવતી હતી. ઓનલાઈન સિસ્ટમ મારફતે આવતી અરજીઓના આધારે જમીનનો પ્રાથમિક ભાવ નક્કી કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 800 થી વધુ અરજીઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી હોવાનું ED એ કોર્ટને જણાવ્યું.

મળત માહિતી મુજબ, અરજદારોએ કરેલી અરજીઓના આધારે બિનખેતી મંજૂરી માટેના પ્રાથમિક ભાવ નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં પ્રાથમિક અંદાજ મુજબ 10 કરોડ રૂપિયાથી વધુની રકમનો હિસાબ સામે આવ્યો છે. જો કે, અન્ય દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાની તપાસ બાદ આ રકમ વધુ વધવાની શક્યતા પણ ED એ વ્યક્ત કરી છે.

આ મામલે બિનખેતીના એક અન્ય અરજદાર ચેતન કંઝારિયાએ કબૂલાત કરી છે કે તેમણે નાયબ મામલતદારને 65 લાખ રૂપિયા આપ્યા હતા, જેમાંથી અડધી રકમ કલેકટર સુધી પહોંચાડવામાં આવી હોવાનું નિવેદનમાં જણાવ્યું છે. તપાસ દરમિયાન ED ને 68 શીટ મળી છે, જેમાં બિનખેતી પ્રક્રિયા સંબંધિત નોંધો હતી. આ ઉપરાંત કેટલીક ડાયરીઓ પણ જપ્ત કરવામાં આવી છે.

ED એ કોર્ટને જણાવ્યું કે આરોપીઓ પાસેથી હાર્ડડિસ્ક, મોબાઈલ ફોન, લેપટોપ અને પેન ડ્રાઈવ સહિત કુલ 12 ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે. ફોન કોલ, વોટ્સએપ ચેટ અને અન્ય ડિજિટલ ડેટાની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. આ તમામ પુરાવાની સાચી રીતે તપાસ અને ચકાસણી માટે આરોપીના રિમાન્ડની તાતી જરૂર હોવાનું EDએ કોર્ટ સમક્ષ ભારપૂર્વક રજૂ કર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now