Home Gujarat Summer Civil Hospital Health Patient Gujarat Offbeatstories

અમદાવાદ સિવિલ હોસ્પિટલની સુવિધામાં વધારો : નોન એસી વોર્ડનાં દર્દીઓ માટે કુલર લગાવવામાં આવ્યાં

અમદાવાદ સિવિલ હોસ્પિટલની સુવિધામાં વધારો
Published by: OBS Bureau
Last Updated: Apr 14, 2025, 12:22 PM IST

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. હોસ્પિટલનાં નોન એસી વોર્ડમાં ગરમીથી રાહત મળી રહે તે માટે કુલર મૂકવામાં આવ્યાં છે. ત્યારે હોસ્પિટલની આ સુવિધાને દર્દીઓ તથા તેમનાં સગાએ આશિર્વાદ સમાન ગણાવી છે.

સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલમાં મધ્યમ વર્ગિય અને પછાત લોકો સારવાર અર્થે આવતાં હોય છે. કારણ કે ખાનગી હોસ્પિટલોમાં નાણા ખર્ચ કરવા માટેની કોઈ સગવળતાં ન હોવાને લીધે ફરજીયાત પણે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બનતાં હોય છે. તેવામાં હાલ ગરમીનો પારો ઉચકાતાં અસહ્ય તડકાનાં લીધે દર્દીની તબિયત સુધરવાને બદલે બગડવાની પણ શક્યતાઓ રહેલી હોય છે. તો બીજી તરફ દર્દીનાં સગાની તબિયત પણ લથડી શકે તેમ છે. ત્યારે સિવિલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી ઉનાળાની ગરમીમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આવતા દર્દીઓ માટે ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહત આપવા માટે હોસ્પિટલે તમામ નોનએસી વોર્ડમાં એરકુલરની વ્યવસ્થા કરી છે. આ તમામ વોર્ડમાં કુલર્સને મોટા ભાગના એરિયાને આવરી લે તે રીતે મૂકવાનો પ્રયાસ કર્યો છે. આ વ્યવસ્થા ખાસ કરીને વૃદ્ધો, બાળકો, મહીલાઓ અને ગંભીર દર્દીઓ માટે વોર્ડમાં આરામદાયક અને આરોગ્યપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરશે. તેમણે જણાવ્યું હતું કે ભારે ગરમીનાં કારણે પહેલાથી તકલીફમાં રહેલ દર્દીઓનાં સ્વસ્થ પર વધુ ખરાબ અસર ન થાય તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ તમામ કુલર્સમાં નિયમીત સ્વચ્છતા જળવાય અને સમયાંતરે તેમાં પાણી ભરવામાં આવે અને ગંદુ પાણી ખાલી કરી સફાઇ કરવામાં આવે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ ખાતે અમે ફક્ત સારવાર જ નહીં, પરંતુ તમામ દર્દીઓને સાનુકુળ અને આરામદાયક વાતાવરણ મળી રહે અને તેમની ગુણવતાયુક્ત સંભાળ લેવાય તે માટે પ્રતિબદ્ધ છીએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now