Sudip Bandyopadhyay : પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ સાંસદ સુદીપ બંદોપાધ્યાયે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી છે. આ બેઠક બાદ પશ્ચિમ બંગાળથી લઈને દિલ્હી સુધી રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે. એવી દબાયેલા અવાજે ચર્ચા ચાલી રહી છે કે તેઓ પણ ટૂંક સમયમાં જ TMCના બળવાખોર સાંસદોના જૂથમાં જોડાઈ શકે છે.
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ: 30 જૂને સંભાળશે કમાન
ભૂપેન્દ્ર યાદવના ઘરે મહત્વની બેઠક
આ મુલાકાત પહેલાં પણ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસ્થાન ખાતે TMCના બળવાખોર સાંસદોની એક મોટી બેઠક યોજાઈ ચૂકી છે. આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના 19 સાંસદો હાજર રહ્યા હતા. હવે આ યાદીમાં સુદીપ બંદોપાધ્યાયનું નામ પણ ઉમેરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે, બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. સુદીપ બંદોપાધ્યાય તૃણમૂલ કોંગ્રેસના ખૂબ જ વરિષ્ઠ નેતા છે અને લાંબા સમયથી સંસદ સભ્ય છે.
તૃણમૂલ કોંગ્રેસમાં સતત ચાલતો બળવો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની હાર બાદ પક્ષમાં આંતરિક કલહ અને બળવો સતત વધી રહ્યો છે. સૌથી પહેલા ધારાસભ્યોનું એક જૂથ પક્ષથી અલગ થયું હતું અને ત્યારબાદ 19 સાંસદોનું આખું જૂથ નારાજ થઈ ગયું છે. આ બળવાખોર સાંસદોએ સંસદમાં અલગ બેઠક વ્યવસ્થા કરવા માટે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર પણ લખ્યો છે. આ અંગે TMC નેતા શતાબ્દી રોયે પણ અગાઉ મીડિયાને માહિતી આપી હતી. આ સિવાય પક્ષના કેટલાક રાજ્યસભા સાંસદોએ પણ રાજીનામા આપી દીધા છે.
અરૂણાચલથી પરત ફરી રહ્યું હતું ભારતીય વાયુસેનાનું વિમાન AN-32: જોરહાટમાં ક્રેશ થતાં 5 જવાનો શહીદ, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ દુર્ઘટના
કોલકાતા ઉત્તર બેઠક પર સુદીપનો દબદબો
સુદીપ બંદોપાધ્યાય પશ્ચિમ બંગાળની પ્રતિષ્ઠિત કોલકાતા ઉત્તર લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેઓ અત્યાર સુધીમાં 6 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે અને સંસદમાં હંમેશા TMC તરફથી મુખ્ય ભૂમિકા ભજવતા રહ્યા છે. પક્ષના આટલા વરિષ્ઠ અને કદાવર નેતા જો બળવો કરે, તો તે મમતા બેનર્જી માટે બહુ મોટો આંચકો સાબિત થઈ શકે છે. હવે આગામી દિવસોમાં બંગાળના રાજકારણમાં કેવા વળાંકો આવે છે તેના પર સૌની નજર રહેશે.






