Home Gujarat Su Death Of A Teenager In Virpur Mahisagar

મહીસાગરના વીરપુરમાં કિશોરનું શંકાસ્પદ મોત : ઘરમાં લટકતી હાલતમાં મળી આવી લાશ, ગામમાં ચકચાર

મહીસાગરના વીરપુરમાં કિશોરનું શંકાસ્પદ મોત
Published by: OBS Bureau
Last Updated: Nov 27, 2025, 06:11 AM IST

Mahisagar Crime News : મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના તોરણાના મુવાડા ગામે એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યુદેહ મળતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ધોરણ 12માં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીની લાશ તેના જ ઘરમાં લટકતી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.

કિશોરની ઘરમાં લટકતી હાલતમાં મળી આવી લાશ

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, મૃતક કિશોરનો થોડા દિવસો પહેલાં ગામના જ એક ઈસમ સાથે ઝઘડો થયો હતો અને તે ઈસમે કિશોરને મારવાની ધમકી પણ આપી હતી. પરિવારનું એવું કહેવું છે કે આ ધમકી બાદ કિશોરનું મોત શંકાસ્પદ લાગે છે અને તેમની આશંકા છે કે કોઈએ તેની હત્યા કરીને લટકાવી દીધો હોઈ શકે છે. પરિવારજનો દ્વારા આ બાબતે સ્પષ્ટ આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

પોલીસે તપાસ હાથધરી

પોલીસે ઘટનાની જાણ કરતા જ સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મૃતદેહને આગળની કાર્યવાહી માટે પેનલ પોસ્ટમોર્ટમ (PM) માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ સ્પષ્ટ થશે કે કિશોરે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે. આ આખી ઘટનાએ ગામમાં ભય અને અશાંતિનું વાતાવરણ ફેલાઈ ગયું છે, જ્યારે પરિવારજનો ન્યાય માટે માંગણી કરી રહ્યા છે. વીરપુર પોલીસ હાલમાં તમામ દિશામાં તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ