Home Gujarat Stones Pelted At Vigyan Jatha And Police Team In Rajkot

અંધશ્રદ્ધા હદ વટાવે છે : રાજકોટમાં પશુ બલિ અટકાવવા ગયેલ વિજ્ઞાન જાથા અને પોલીસની ટીમ પર પથ્થરમારો

અંધશ્રદ્ધા હદ વટાવે છે
Published by: OBS Bureau
Last Updated: May 19, 2025, 05:14 PM IST

રાજકોટના નુરાનીપરા વિસ્તારમાં વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસના અધિકારીઓએ માતાજીના માંડવામાં પશુ બલી અટકાવવા પ્રયાસ કર્યો ત્યારે 500થી વધુ લોકોની ભીડે તેઓ પર પથ્થરમારો કરતાં પરિસ્થતિ તંગ બની હતી પરંતુ તાત્કાલિક દોડી આવેલ પોલીસ અધિકારીઓ અને વધારાની પોલીસ કુમકે પરિસ્થિતિ કાબુમાં કરી લઈ હુમલાખોરો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
કોઠારિયા સોલવન્ટ પાછળના વિસ્તારમાં પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમે દરોડા પાડ્યા હતા, જ્યાં 7 જેટલા પશુઓની બલી આપવામાં આવી રહી હતી. દરોડા દરમિયાન સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ થયો. પોલીસે 6થી વધુ આરોપીઓને ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ગુજરાતમાં અંધશ્રદ્ધા અને ગેરકાયદે પશુ બલિ વિરુદ્ધહ સામાજિક લડત ચલાવી રહેલ વિજ્ઞાન જાથાના એડવોકેટ જયંત પંડયા અને તેઓની ટીમ જ્યારે પશુ બલિ અટકાવવા માટે પહોંચ્યા ત્યારે આ ઘટના બની પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમે કાયદેસરની કાર્યવાહી કરી રહી હતી, પરંતુ સ્થાનિક લોકોના વિરોધ અને પથ્થરમારાની ઘટનાએ મામલાને ગંભીર બનાવ્યો છે.
આ ઘટનાને લઈને સ્થાનિક પ્રશાસન અને પોલીસ વધુ સાવચેતી રાખી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now