અમદાવાદમાં ફરી એક વખત પથ્થરમારાની ઘટના બની છે. શહેરના માધુપુરા વિસ્તારમાં બે જૂથ આમને-સામને આવી ગયા હતા, ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવ્યો છે. રામલાલના ખાડામાં બે જૂથ વચ્ચે તકરાર થઈ અને તે પછી પથ્થરમારો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો બાઈક વ્યવસ્થિત ચલાવવાનું કહેતા તકરાર સર્જાઈ હતી.
માધુપુરામાં મોડી રાત્રીના સુમારે બે જૂથ વચ્ચે થયેલ પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારના લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસના ધાડેધાડા માધુપુરા પહોંચી ગયા હતા. અને ટોળાને વિખેર્યા હતા. તેમજ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તેમજ પથ્થરમારો ક્યાં કારણ થયે તે કારણ જાણવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.






