Home Business Stock Market Today 28 08

ટ્રમ્પ ટેરિફે કારણે શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો : નિફ્ટી 24500 નાં લેવલે, સેન્સેક્સ 705 પોઇન્ટ ઘટ્યો, IT અને બેન્કિંગ સ્ટોક તૂટ્યા

ટ્રમ્પ ટેરિફે કારણે શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 10:35 AM IST

28 ઓગસ્ટના રોજ, ભારતીય શેર બજાર સતત બીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટીમાં 24500 નાં લેવલે ક્લોઝિંગ જોવા મળ્યુ. શ્રીરામ ફાઇનાન્સ, HCL ટેક્નોલોજીસ, TCS, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઇન્ફોસિસ નિફ્ટીમાં સૌથી વધુ ઘટ્યા. જ્યારે ટાઇટન કંપની, અદાણી એન્ટરપ્રાઇઝ, કોલ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને હીરો મોટોકોર્પનાં સ્ટોકમાં તેજી જોવા મળી.

સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય, અન્ય તમામ ઈન્ડેક્ક્ષમાં નેગેટીવ કારોબાર જોવા મળ્યો. જેમાં બેંકો, IT, રિયલ્ટી, FMCG અને ટેલિકોમ 1-1% ઘટ્યા. મિડકેપ ઇન્ડેક્સ 1.1 ટકા ઘટ્યો અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.9 ટકા ઘટ્યો.

ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 706 પોઈન્ટ ઘટીને 80,080.57 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 211 પોઈન્ટ અથવા 0.85 ટકા ઘટીને 24,500.90 પર બંધ થયો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now