Home Business Stock Market Live Updates Sensex Nifty Recovery Adani Total Gas Coal India Profit Gujarati News

બજારમાં નીચલા સ્તરેથી 'રોકેટ' ગતિએ રિકવરી : સેન્સેક્સ-નિફ્ટી દિવસની ઊંચાઈએ; અદાણીના શેરોમાં તેજીનો કરંટ

Stock Market Today
Published by: Nirali Gohil
Last Updated: Apr 28, 2026, 05:01 AM IST

Stock Market: ભારતીય શેરબજારમાં આજે ઉતાર-ચઢાવભર્યા સત્ર વચ્ચે તેજીવાળાઓએ ફરી પકડ મજબૂત કરી છે. વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીએ શરૂઆતી ઘટાડો પચાવીને દિવસની સર્વોચ્ચ સપાટી પર કારોબાર શરૂ કર્યો છે. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં જોવા મળતી ખરીદીને કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં એનર્જી અને મેટલ સેક્ટરમાં તેજીનું જોર છે, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકો (PSU Banks) માં થોડું દબાણ જોવા મળી રહ્યું છે.

નિફ્ટીમાં કોલ ઈન્ડિયા, ગ્રાિસમ અને અદાણી એન્ટરપ્રાઈઝ જેવા શેરો મુખ્ય ગાઈનર્સ તરીકે ઉભરી આવ્યા છે. બીજી તરફ, અમેરિકા-ઈઝરાયલ-ઈરાન વચ્ચેના ભૌગોલિક તણાવ અને બેન્ક ઓફ જાપાન (BOJ) ની આગામી વ્યાજ દરની પોલિસી પર પણ બજારની નજર છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી બજાર 24,000ના સ્તરને પકડી રાખશે, ત્યાં સુધી તેજીનો માહોલ જળવાઈ રહેશે.

અદાણી ગ્રુપ અને મેટલ શેરોમાં તેજીની રમઝટ

આજના કારોબારમાં અદાણી ગ્રુપના શેરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. અદાણી ટોટલ ગેસ 6% થી વધુ વધ્યો છે, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝમાં પણ 3% થી વધુની તેજી જોવા મળી રહી છે. આ સિવાય મેટલ ઇન્ડેક્સમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ અને સેઈલ (SAIL) જેવા શેરોમાં રોકાણકારોની ભારે લેવાલી જોવા મળી રહી છે. ચીન તરફથી આવતા પોઝિટિવ સંકેતોને કારણે મેટલ શેરોમાં ચમક વધી છે.

આ પણ વાંચો: બુકિંગ, OTP અને ભાવ... : 1 મે 2026થી LPG બુકિંગ નિયમોમાં આવશે બદલાવ?

કોલ ઈન્ડિયા અને અદાણી ટોટલ ગેસના પરિણામોની અસર

કોલ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટરમાં તેના નફામાં 11% નો વધારો નોંધાવ્યો છે, જેના કારણે શેરના ભાવમાં 4% થી વધુનો ઉછાળો આવ્યો છે. એ જ રીતે, અદાણી ટોટલ ગેસના ચોખ્ખા નફામાં પણ 8.9% નો વધારો થતા રોકાણકારોએ આ શેરમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, જિંદાલ સો (Jindal Saw) ના નફામાં 33% નો ઘટાડો થતા તેના શેરમાં 2% થી વધુનો ઘટાડો નોંધાયો છે.

આ દિગ્ગજ કંપનીઓ આજે જાહેર કરશે પરિણામ

આજે બજારની નજર કેટલીક મોટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર રહેશે. મારુતિ સુઝુકી ઈન્ડિયા, બંધન બેંક, કેનેરા એચએસબીસી લાઈફ ઇન્શ્યોરન્સ, સિયેટ (Ceat), પીરામલ ફાર્મા અને સ્ટાર હેલ્થ જેવી કંપનીઓ આજે તેમના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરવાની છે. પરિણામોના આધારે બજારની આગામી ચાલ નક્કી થશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મોટી બ્લોક ડીલ

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે 2.29 મિલિયન શેરની મોટી બ્લોક ડીલ થઈ છે. હાલ રિલાયન્સનો શેર મામૂલી ઘટાડા સાથે ₹1,363 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ રિલાયન્સ હજુ પણ ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે, પરંતુ બ્લોક ડીલ બાદ રોકાણકારોની તેના પર ચાંપતી નજર છે.

PSU બેંકોમાં વેચવાલીનું દબાણ

એક તરફ જ્યારે એનર્જી અને મેટલ સેક્ટરમાં તેજી છે, ત્યારે નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સ 2% જેટલો તૂટ્યો છે. બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા અને કેનેરા બેંક જેવા શેરોમાં 2 થી 3% નો ઘટાડો જોવા મળી રહ્યો છે. એસબીઆઈ (SBI) અને એક્સિસ બેંક જેવા મોટા ખેલાડીઓ પણ આજે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now