Home Gujarat Standard 12th Gujcet Results Ahmedabad Gujarat

Standard 12th and Gujcet Results; ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર : વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ, આ વ્હોટ્સએપ નંબર પર મેળવો રિઝલ્ટ

Standard 12th and Gujcet Results; ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર
Published by: OBS Bureau
Last Updated: May 05, 2025, 09:09 AM IST

Standard 12th and Gujcet Results: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયા હતું કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર 5/5/2025ના રોજ જાહેર કરવામાં આવ્યું.  ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર. પાસ થનારા વિદ્યાર્થીઓમાં અને તેમના પરિવારોમાં ખુશીની લહેર.

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. આજે 5 મે, 2025 સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.

આ પરીક્ષામાં 3,64,485 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 3,62,506 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,37,387 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 93.07 % ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 22,710 ઉમેદવારો નોંધાયેલા હતા. આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત 24,107 નિયમિત ઉમેવારો નોંધાયા હતા, જે પૈકી 22,897 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 12,746 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 55.67 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 8317 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 7878 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3369 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 42.76 % ટકા આવેલ છે.

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે જે વિધાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે તે બધા વિધાર્થીઓને અભિનંદનને પાઠવું છું પરંતુ જે વિધાર્થીઓને સફળ નથી થયા એ વિધાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ ઓફ ટુ પરીક્ષા અંતર્ગત ફરીથી પરીક્ષા આપી પોતાનું સપનું પૂરું કરી શકશે અથવા વિધાર્થી જે વિષયમાં નાપાસ થયા છે એની પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકશે. વધુમાં મંત્રી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ એ કહ્યું કે, કોઈ પણ વિધાર્થીને હતાશ અને ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. માતા પિતાના આપના સાચા સ્નેહી છે, એમનો ગુસ્સો આપ સૌ બાળકો આગળ વધારવા માટેનો હોય છે. આપ સૌ વિધાર્થીઓને મારી વિનંતી છે કે જે વિધાર્થીઓ નાપાસ થયા છે એ આજથી જ તૈયારી કરી પોતાનું ઉજ્જ્વળ ભવિષ્ય બનાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now