Home Gujarat Srp Jawan Commits S In Rajkot Police Commissioners Office

રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ જવાનનો આપઘાત : SRP જવાને ચાલુ ફરજે સર્વિસ રાઇફલથી છાતીમાં ધરબી ગોળી, શોકની લહેર

રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ જવાનનો આપઘાત
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2025, 09:56 AM IST

SRP Jawan Gajubha Case : રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મોડી રાતે એક દુખદ ઘટના બની હતી. જ્યાં SRP જવાન ગજુભા જીલુભા રાઠોડ (ઉમ્ર 50)એ પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી ધરબીને આપઘાત કર્યો છે. આ બનાવ પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર 3 પાસે બન્યો હતો. ગુજ્જભાએ તરત જ તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન જ મોત થયું છે.

સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી

પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હાલ સુધી તે જાણી શકાયું નથી કે, ગજુભા રાઠોડે આપઘાત કેમ કર્યો. મોડી રાતની ઘટના બાદ પોલીસ કમિશનર કચેરીમાં ત્રાસનો માહોલ જોવા મળ્યો છે. મૃતક જવાન SRP ગ્રુપ‑13 Cમાં ફરજ બજાવતા હતા અને છેલ્લા ચાર મહિનાથી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ મૂળરૂપે કચ્છના રહેવાસી હતા અને બે દીકરીઓના પિતા હતા. તેમની એક દીકરીના લગ્ન થઇ ચૂક્યા છે.

પોલીસ દળમાં શોકની લહેર

આ ઘટનાએ કચેરીમાં ફરજ બજાવતા અન્ય જવાનોને પણ આશ્ચર્ય અને શોકમાં મૂકી દીધા છે. પોલીસ તાત્કાલિક તપાસ કરી રહી છે અને આપઘાતના કારણોને જાણી શકવા માટે તમામ મુદ્દાઓનું તપાસ કરી રહી છે. આ દુખદ ઘટના સમગ્ર રાજકોટના પોલીસ દળમાં શોકની લહેર ફેલાવી છે. પ્રદ્યુમનનગર પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
PM મોદીએ કર્યું અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ
વાવ-થરાદમાં વિકાસનો મહાઅધ્યાય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો!
ચૈત્રી પૂનમના મેળામાં કરૂણ અકસ્માત!
બાપુનગરમાં જીગર કાઠીયાવાડીનો આતંક