Home International Sriram Krishnan White House Ai Adviser Resignation

ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણન કેમ છોડી રહ્યા છે વ્હાઇટ હાઉસ? : ટ્રમ્પના ખાસ AI સલાહકારનું રાજીનામું, જાણો અમેરિકાની ટેક નીતિ પર શું પડશે અસર

Donald Trump, Sriram Krishnan
Published by: Aryan Shah
Last Updated: Jun 07, 2026, 02:41 PM IST

Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpના પ્રશાસનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય મૂળના ટેક્નોલોજી નિષ્ણાત Sriram Krishnanએ વ્હાઇટ હાઉસમાં AI માટેના વરિષ્ઠ નીતિ સલાહકાર (Senior Policy Adviser for AI) પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ જૂન મહિનાના અંતે પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે અને થોડા વિરામ બાદ અમેરિકાના AI સંબંધિત મોટા પડકારો પર અન્ય રીતે કામ કરશે. શ્રીરામ કૃષ્ણનનું રાજીનામું માત્ર એક અધિકારીના પદત્યાગ તરીકે જોવામાં આવતું નથી. તેઓ ટ્રમ્પ પ્રશાસનની AI વ્યૂહરચનાના મુખ્ય શિલ્પકારોમાંથી એક ગણાતા હતા અને અમેરિકાને વૈશ્વિક AI સ્પર્ધામાં આગળ રાખવા માટેની નીતિઓ ઘડવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

કોણ છે શ્રીરામ કૃષ્ણન?

ચેન્નાઈમાં જન્મેલા શ્રીરામ કૃષ્ણન ભારતીય મૂળના અમેરિકન ટેક્નોલોજી ઉદ્યોગસાહસિક, રોકાણકાર અને નીતિ નિષ્ણાત છે. તેમણે ચેન્નાઈની SRM Universityમાંથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેઓ અમેરિકામાં સ્થાયી થયા અને ટેક ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી. તેમણે કારકિર્દી દરમિયાન Microsoft, Facebook, Twitter (X), Yahoo અને Snap Inc. જેવી દિગ્ગજ ટેક કંપનીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી છે. બાદમાં તેઓ પ્રખ્યાત વેન્ચર કેપિટલ ફર્મ Andreessen Horowitz સાથે પણ જોડાયા હતા. ટેક્નોલોજી અને રોકાણ ક્ષેત્રે તેમના અનુભવને કારણે તેમને અમેરિકાની AI નીતિ ઘડવામાં એક મહત્વપૂર્ણ અવાજ તરીકે જોવામાં આવતા હતા.

ભારતના પાણીના એક્શનથી પાકિસ્તાનમાં હાહાકાર!: લાખો એકર જમીન પર સંકટ

ટ્રમ્પ પ્રશાસનમાં કેમ હતા ખાસ?

ડિસેમ્બર 2024માં ટ્રમ્પે શ્રીરામ કૃષ્ણનની AI નીતિ સલાહકાર તરીકે પસંદગી કરી હતી. ત્યારથી તેઓ અમેરિકાની AI નીતિઓ, નિયમનકારી માળખા અને AI વિકાસને પ્રોત્સાહન આપતી યોજનાઓના કેન્દ્રમાં રહ્યા હતા. તેમણે અમેરિકામાં AI સંબંધિત નિયમોને સરળ બનાવવા, ડેટા સેન્ટરોના વિસ્તરણને પ્રોત્સાહન આપવા અને ખાનગી ટેક કંપનીઓ તથા સરકાર વચ્ચે સંકલન વધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. AI ક્ષેત્રમાં અમેરિકાની વૈશ્વિક આગેવાની જાળવવા માટે તૈયાર કરાયેલા અનેક નીતિ પ્રસ્તાવો અને એક્ઝિક્યુટિવ પહેલોમાં તેમનો ફાળો માનવામાં આવે છે. તેમના કાર્યને કારણે વ્હાઇટ હાઉસના અધિકારીઓએ તેમને “વ્હાઇટ હાઉસના રત્ન” તરીકે પણ વર્ણવ્યા હતા. વિવિધ અહેવાલો અનુસાર, ટ્રમ્પે જાહેર કાર્યક્રમોમાં પણ તેમની પ્રશંસા કરી હતી અને AI ક્ષેત્રે અમેરિકાની સફળતામાં તેમના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.

રાજીનામાનું કારણ શું?

હાલ સુધી શ્રીરામ કૃષ્ણને પોતાના રાજીનામા પાછળ કોઈ ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે વ્હાઇટ હાઉસમાં સેવા આપવી તેમના જીવનનો સૌથી મોટો સન્માન રહ્યો છે. તેમણે ઉમેર્યું કે થોડા વિરામ બાદ તેઓ ફરી AI સંબંધિત મોટા પડકારો પર કામ કરશે અને ભવિષ્યમાં વધુ માહિતી આપશે. કેટલાક અમેરિકન મીડિયા અહેવાલો મુજબ તેઓ સરકારની બહાર રહી ટેક્નોલોજી નીતિ અને AI ક્ષેત્રમાં વધુ વ્યાપક ભૂમિકા ભજવવા ઇચ્છે છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ભારતના પાણીના એક્શનથી પાકિસ્તાનમાં હાહાકાર!: લાખો એકર જમીન પર સંકટ

ટ્રમ્પ માટે કેમ મહત્વપૂર્ણ છે આ રાજીનામું?

AI હાલમાં અમેરિકા અને ચીન વચ્ચેની ટેક્નોલોજીકલ સ્પર્ધાનું મુખ્ય કેન્દ્ર છે. આવી સ્થિતિમાં શ્રીરામ કૃષ્ણન જેવા અનુભવી અને ઉદ્યોગ સાથે સીધા જોડાયેલા સલાહકારનું વ્હાઇટ હાઉસમાંથી બહાર થવું ટ્રમ્પ પ્રશાસન માટે પડકારરૂપ બની શકે છે. AI નિયમન, રાષ્ટ્રીય સુરક્ષા, ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક કંપનીઓ સાથેના સંબંધોમાં તેઓ મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરતા હતા. તેમના રાજીનામા પછી હવે ટ્રમ્પ પ્રશાસનને AI નીતિ માટે નવા નેતૃત્વની શોધ કરવી પડશે. ખાસ કરીને એવા સમયે જ્યારે અમેરિકામાં AI સંબંધિત નિયમન, સુરક્ષા અને વૈશ્વિક સ્પર્ધા અંગે ચર્ચા વધુ તેજ બની રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now