Baba Vanga's 2026 predictions : વર્ષ 2026ની શરૂઆતથી જ સમગ્ર વિશ્વ અસાધારણ અને ડરામણી હવામાન ઘટનાઓનો સામનો કરી રહ્યું છે. પૃથ્વીના જુદા જુદા ખૂણેથી આવી રહેલા કુદરતી આફતોના અહેવાલોએ સામાન્ય માણસથી લઈને વૈજ્ઞાનિકો સુધીના તમામ લોકોને ભારે ચિંતામાં મૂકી દીધા છે. અતિશય તાપમાન, જંગલોમાં લાગતી ભયાનક આગ અને વિનાશક પૂરની આ સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર એક ચર્ચાએ જોર પકડ્યું છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું બલ્ગેરિયાના પ્રખ્યાત અંધ ભવિષ્યવક્તા બાબા વેંગાએ વર્ષ 2026 માટે જે ભયાનક ભવિષ્યવાણીઓ કરી હતી તે સાચી પડી રહી છે? જો આ દાવો સાચો સાબિત થશે, તો આવનારો સમય માનવજાત માટે વધુ મોટું સંકટ લઈને આવી શકે છે.
આફતોનું વર્ષ 2026
બાબા વેંગાએ વર્ષો પહેલાં કરેલી પોતાની આગાહીઓમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વર્ષ 2026 એ કુદરતી આપત્તિઓનું વર્ષ સાબિત થશે. તેમની ભવિષ્યવાણીઓ અનુસાર, આ વર્ષ દરમિયાન પૃથ્વી પર મોટા પાયે ભૌગોલિક અને પર્યાવરણીય ફેરફારો જોવા મળશે. જેમાં શક્તિશાળી ધરતીકંપો આવવા, સક્રિય જ્વાળામુખીઓ અચાનક ફાટી નીકળવા અને દરિયાઈ સ્તરમાં ફેરફાર થવા જેવી ઘટનાઓ સામેલ હોઈ શકે છે. આ સિવાય દુનિયાના ઘણા દેશોએ એક તરફ અતિવૃષ્ટિ તો બીજી તરફ ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડશે, જેનાથી વૈશ્વિક સ્તરે પર્યાવરણને એવું મોટું નુકસાન થશે જેની ભરપાઈ કરવી આગામી સમયમાં ખૂબ મુશ્કેલ બની જશે.
બાઇક, ઊંટ, સિંહ અને ચાંદ પર ટ્રમ્પના આંટાફેરા: પોતાને ભગવાન ગણાવી ટ્રમ્પે બનાવ્યો AI વીડિયો
કમોસમી વરસાદની આફત
હાલના દિવસોમાં બદલાયેલા હવામાનની સૌથી મોટી અસર કમોસમી અને મુશળધાર વરસાદના રૂપમાં જોવા મળી રહી છે. ભારતના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયમાં આવેલા ભયાનક વાવાઝોડા અને કમોસમી વરસાદે ભારે તબાહી મચાવી છે. ખેતીના પાકને મોટું નુકસાન થવાની સાથે સેંકડો લોકોએ આ આફતમાં પોતાના જીવ ગુમાવ્યા છે અને અબજો રૂપિયાની સંપત્તિ સ્વાહા થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા હજુ પણ દેશના પૂર્વીય અને ઉત્તરીય ભાગોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી જ કંઈક સ્થિતિ ચીનમાં પણ જોવા મળી છે, જ્યાં અચાનક આવેલા ભારે વરસાદે પૂરનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને લાખો લોકોને ઘરબાર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લેવો પડ્યો છે.
અલ નીનોનો મોટો ખતરો
વૈજ્ઞાનિકો અને હવામાન નિષ્ણાતો અત્યારે પૃથ્વી પર વધી રહેલા અસામાન્ય તાપમાન પાછળ 'સુપર અલ નીનો' (Super El Nino) ને મુખ્ય જવાબદાર માની રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી છે કે વર્ષ 2026માં પૃથ્વી પરની સ્થિતિ 1877-78ના વર્ષ જેવી બની શકે છે. એ સમયે દુનિયાએ ઇતિહાસનો સૌથી ખતરનાક અને વિનાશક અલ નીનોનો પ્રકોપ જોયો હતો, જેના કારણે કરોડો લોકો ભૂખમરા અને રોગચાળાનો ભોગ બન્યા હતા. આ સુપર અલ નીનો વૈશ્વિક સ્તરે ચોમાસાની આખી સિસ્ટમને ખોરવી નાખે છે, પરિણામે પૃથ્વીના એક ભાગમાં પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠે છે જ્યારે બીજા ભાગમાં અતિશય પૂર બધું જ વહાવી જાય છે.
શું બાબા વેંગાની એલિયન આગાહી સાચી પડી રહી છે?: ટ્રમ્પની UFO ફાઇલોએ દુનિયાભરમાં મચાવ્યો હંગામો? મળ્યા રહસ્યમય સંકેતો
આકરી ગરમીથી ત્રસ્ત દુનિયા
હાલમાં ભારત સહિત આખું યુરોપ અસહ્ય અને રેકોર્ડતોડ ગરમીનો સામનો કરી રહ્યું છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અલ નીનોની સીધી અસરના કારણે ભારતમાં આ વર્ષે ચોમાસું તેના નિયત સમય કરતાં લગભગ સાત દિવસ મોડું પહોંચશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જે ચિંતાનો વિષય છે. બીજી તરફ યુરોપના સમશીતોષ્ણ દેશો ગણાતા બ્રિટન, ફ્રાન્સ અને સ્પેનમાં પણ પારો આકાશે આંબી રહ્યો છે. બ્રિટનમાં ગરમીએ છેલ્લા 100 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, જેના કારણે ત્યાં હેલ્થ ઇમરજન્સી જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ આકરી ગરમી વિશે વૈજ્ઞાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે આ માત્ર સામાન્ય પ્રકૃતિનો ફેરફાર નથી, પરંતુ માનવીય પ્રવૃત્તિઓથી બગડેલા વાતાવરણનો એક મોટો અને ગંભીર ચેતવણીરૂપ સંકેત છે.





