Home National Indus Waters Treaty Suspension Pakistan Water Crisis Analysis

ભારતના પાણીના એક્શનથી પાકિસ્તાનમાં હાહાકાર! : લાખો એકર જમીન પર સંકટ

Indus Water Treaty
Published by: Aryan Shah
Last Updated: Jun 07, 2026, 01:26 PM IST

Indus Water Treaty : ભારત સરકારે પાકિસ્તાન સામે પાણીને લઈને જે કડક વલણ અપનાવ્યું છે તેના કારણે પાડોશી દેશમાં ભારે ગભરાટનો માહોલ છે. ભારતે સિંધુ જળ સંધિને રદ કરવાની જાહેરાત કરી છે ત્યારથી પાકિસ્તાનમાં પાણી માટે હાહાકાર મચી ગયો છે. નદીઓમાં પાણીનો પ્રવાહ સતત ઓછો થઈ રહ્યો છે જેના કારણે પાકિસ્તાન અત્યારે કૃષિ અને પાણીના આયોજનની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે.

પહેલગામ હુમલો અને ભારતીય એક્શન

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિમાંથી ખસી જવાનો મોટો નિર્ણય લીધો છે. આ સંધિ હેઠળ જે નદીઓનું પાણી પાકિસ્તાનને મળતું હતું, હવે તેનો ઉપયોગ ભારત પોતાના રાષ્ટ્રીય હિત માટે કરી રહ્યું છે. ભારતે સિંધુ નદી પ્રણાલી પર બની રહેલા ડેમ પ્રોજેક્ટ્સનું કામ ખૂબ જ ઝડપી બનાવી દીધું છે અને કેટલાક નવા બંધ બનાવવાની પણ જાહેરાત કરી છે. ભારતના આ ઝડપી પગલાંની સીધી અસર હવે પાકિસ્તાનમાં જોવા મળી રહી છે.

સાસુની સુંદરતા જોઈ જમાઈએ લોકલાજ ભૂલી કર્યા લગ્ન!: પવિત્ર સંબંધની મર્યાદા નેવે મૂકી, કોર્ટમાં લીધા સાત ફેરા

પાકિસ્તાનમાં ખેતીલાયક જમીન પર સંકટ

નદીઓમાં પાણીનો પ્રવાહ ઘટવાના કારણે પાકિસ્તાનની આર્થિક કરોડરજ્જુ ગણાતી ખેતી જોખમમાં મુકાઈ ગઈ છે. દેશની મુખ્ય સિંચાઈ પ્રણાલી ગણાતા 'સક્કારા બેરેજ'ની નહેરોમાં પાણીની ભારે અછત સર્જાઈ છે. આના કારણે લાખો એકર ખેતીલાયક જમીન સુકાઈ રહી છે. આ કટોકટીએ પાકિસ્તાન સરકારની પાણી વ્યવસ્થાપન નીતિઓ અને વહીવટી ક્ષમતાઓની પોલ ખોલી દીધી છે. સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓનું પાણી અટકી જતાં પાકિસ્તાનમાં સ્થિતિ વધુ બગડી રહી છે.

પ્રાંતો વચ્ચે પાણીની વહેંચણીનો વિવાદ

પાણીની આ તંગીના કારણે પાકિસ્તાનના આંતરિક પ્રાંતો જેવા કે સિંધ અને પંજાબ વચ્ચે જૂનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે. સિંધ વહીવટીતંત્રે પોતાની જરૂરિયાત માટે 1,30,000 ક્યુસેક પાણીની માંગણી કરી હતી, પરંતુ તેની સામે તેમને માત્ર 1,00,000 ક્યુસેક પાણી જ આપવામાં આવી રહ્યું છે. પાણીની આ ભારે અછતથી આખા પ્રાંતમાં પાક સુકાઈ જવાનો ભય સતાવી રહ્યો છે.

દિલ્હી અગ્નિકાંડમાં રસોઈયાએ કર્યું એવું કામ કે 21 લોકો જીવતા જ ફસાયા!: હોટલ ટ્રેજેડીમાં પોલીસની સામે આવ્યું ભયાનક સત્ય

1991ના કરારનો ખુલ્લો ભંગ

પાકિસ્તાનના સિંચાઈ અધિકારીઓ અત્યારે ચશ્મા-જેલમ લિંક કેનાલને લઈને ખૂબ ચિંતિત છે. આ નહેર હજુ પણ ચાલુ છે અને તેમાંથી આશરે 16,500 ક્યુસેક પાણી ખેંચવામાં આવી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આ પાણીનો જથ્થો દેશના બીજા મુખ્ય ખેતી લાયક વિસ્તારોને મળતા પાણી કરતાં પણ ઘણો વધારે છે. આ વર્તમાન પરિસ્થિતિ પાકિસ્તાનના પોતાના દેશના 1991ના પાણી વહેંચણી કરારની વિરુદ્ધ છે, જે અંતર્ગત તમામ પ્રાંતોને સમાન પાણી આપવાનું નક્કી કરાયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now