Home National Modi Indo Pacific Visit Brahmos Fta Australia Uranium

પીએમ નરેન્દ્ર મોદી જુલાઈમાં કરશે મોટો વ્યૂહાત્મક પ્રવાસ : ભારતને મળી શકે સંરક્ષણ અને વેપારમાં મોટી સફળતા

PM Narendra Modi's foreign trip
Published by: Aryan Shah
Last Updated: Jun 07, 2026, 02:05 PM IST

PM Narendra Modi's foreign trip : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ મહિનામાં એક મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસે જવાના છે. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ઇન્ડો-પેસિફિક (ભારત-પ્રશાંત) ક્ષેત્રના ત્રણ મહત્વના દેશો ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના આર્થિક, વ્યાપારી અને સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. આ ત્રણેય દેશો સાથે ભારતના હિતો જોડાયેલા છે અને આ પ્રવાસથી સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે.

ઇન્ડોનેશિયા સાથે બ્રહ્મોસ મિસાઈલ ડીલ

પીએમ મોદીના આ પ્રવાસમાં ઇન્ડોનેશિયા ખૂબ મહત્વનું છે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે હેલ્થકેર, પ્રવાસન, સપ્લાય ચેઈન અને સંયુક્ત સૈન્ય અભ્યાસ વધારવા પર ચર્ચા થશે. સૌથી મોટી વાત એ છે કે ભારતની શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ વેચવાનો સોદો હવે અંતિમ તબક્કામાં છે. ઇન્ડોનેશિયા આ મિસાઈલ ખરીદવામાં લાંબા સમયથી રસ દાખવી રહ્યું હતું અને આ પ્રવાસ દરમિયાન આ મોટી સંરક્ષણ ડીલ પૂર્ણ થઈ શકે છે.

ભારતના પાણીના એક્શનથી પાકિસ્તાનમાં હાહાકાર!: લાખો એકર જમીન પર સંકટ


ન્યુઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરાર

પ્રવાસના બીજા તબક્કામાં પીએમ મોદી ન્યુઝીલેન્ડ જશે. બંને દેશો વચ્ચે થોડા સમય પહેલા જ મુક્ત વેપાર કરાર (FTA) માટેની વાટાઘાટો પૂરી થઈ છે. આ કરાર થવાથી બંને દેશો વચ્ચે સામાન અને સેવાઓનો વેપાર ખૂબ જ સરળ બનશે. આનાથી ભારતના નાના ઉદ્યોગો (MSMEs), વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. આ સિવાય ઓકલેન્ડમાં ભારતીય સમુદાયના એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં હજારો ભારતીય મૂળના લોકો ભાગ લેશે.

ઓસ્ટ્રેલિયા સાથે પરમાણુ અને સંરક્ષણ સહયોગ

પીએમ મોદીના પ્રવાસનો છેલ્લો પડાવ ઓસ્ટ્રેલિયા હશે. અહીં મુખ્ય ધ્યાન ઉર્જા સુરક્ષા અને સંરક્ષણ પર રહેશે. ઓસ્ટ્રેલિયા ભારતના સિવિલ પરમાણુ કાર્યક્રમ માટે યુરેનિયમ આપી શકે તેમ છે, તેથી યુરેનિયમની આયાત અંગે મોટી જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે એક નવો અને મોટો સંરક્ષણ કરાર થવાની પૂરી સંભાવના છે, જેને બંને દેશોના સંબંધોમાં એક નવો સીમાચિહ્ન માનવામાં આવી રહ્યો છે.

સાસુની સુંદરતા જોઈ જમાઈએ લોકલાજ ભૂલી કર્યા લગ્ન!: પવિત્ર સંબંધની મર્યાદા નેવે મૂકી, કોર્ટમાં લીધા સાત ફેરા

ચીનનું આડકતરું દબાણ અને ભારતની વ્યૂહરચના

આ પ્રવાસ ભારતની ઇન્ડો-પેસિફિક રણનીતિ માટે ખૂબ મહત્વનો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પરંપરાગત રીતે ચીનના દુશ્મન નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય તાકાત અને વ્યાપારી દબાણને કારણે તેમની વચ્ચે તણાવ વધ્યો છે. આ બંને દેશોએ તાજેતરમાં જાપાન સાથે પણ સંરક્ષણ કરારો કર્યા છે અને તેઓ ક્વાડ (QUAD) તેમજ ઓકસ (AUKUS) જેવા સુરક્ષા જોડાણોનો ભાગ છે. આવા સમયે પીએમ મોદીની આ મુલાકાત ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર બંને માટે ફાયદાકારક સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now