Home Gujarat Sports Themed Bridge In Ahmedabad

અમદાવાદીઓને મળશે નવા ઓવરબ્રિજની ભેટ : સ્પોર્ટ્સ થીમ આધારિત પલ્લવ ઓવરબ્રિજનું Amit Shah 18 મેના રોજ ઉદ્ઘાટન કરશે

અમદાવાદીઓને મળશે નવા ઓવરબ્રિજની ભેટ
Published by: OBS Bureau
Last Updated: May 17, 2025, 09:51 AM IST

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં તૈયાર થયેલો પલ્લવ બ્રિજ 18મી મેના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. પલ્લવ બ્રિજ પર ઓલમ્પિક રમતોત્સવની થીમ આધારિત ચિત્રકામ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ખેલકૂદ પ્રવૃત્તિઓને દર્શાવતી આકૃતિઓ, રમતગમતના પ્રતીકો અને ખેલાડીઓના દ્રશ્યો પેઇન્ટિંગ રૂપે દર્શાવવામાં આવ્યા છે. 


જયમંગલ થી લઈને અખબાર નગર અંડર પાસ સુધી અંદાજે બે કિલોમીટર અંતરનો આ બ્રિજ તૈયાર થતા દૈનિક એક લાખ કરતા વધુ લોકોને ટ્રાફિકથી રાહત મળશે.  18મી મેના રોજ સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આ બ્રિજ ખુલ્લો મુકવાના છે. અંદાજિત 116 કરોડનાં ખર્ચે પલ્લવ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now