Home Sports Sports News Ravindra Jadeja Made His Debut With These Players And Is Still Playing With Them

આ ખેલાડીએ વિરાટ કોહલીની સાથે કર્યું હતું ડેબ્યુ : સચિન તેંડુલકરથી લઈને શુભમન ગિલ સુધી બધાની સાથે રમ્યો, જાણો રેકોર્ડ્સ?

આ ખેલાડીએ વિરાટ કોહલીની સાથે કર્યું હતું ડેબ્યુ
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 07:54 AM IST

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસમાં હતી, જેમાં ઈંગ્લેન્ડની સામે 5 મેચોની ટેસ્ટ શ્રૃંખલામાં ભારતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ને 2-2 ની બરાબરી કરીને આ શ્રૃંખલાને ડ્રૉ કરી હતી. જેમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં રોમાંચક વિજય થયો. જયારે પણ ભારતીય બેટિંગ ટોપ ઓડર નિષ્ફળ જાય ત્યારે રવીન્દ્ર જાડેજા ભારતીય ટીમની બેટિંગ સંભાળતો હોય છે. હાલમાં જાડેજાએ ઈંગ્લેન્ડની સામે 5 ટેસ્ટ મેચો રમી હતી, જેમાં 86 ની સરેરાશથી 516 રન ફટકાર્યા છે. જેમાં 1 શતક અને 5 અર્ધ શતક સામેલ છે. કોઈ પણ ટેસ્ટ શ્રુંખલામાં પ્રથમ વખત ભારતીય ટીમના કોઈ પણ ખેલાડીએ નંબર 6 અને તેના નીચેના ક્રમમાં આવીને 500 રનથી પણ વધારે રન ફટકાર્યા છે.

રવીન્દ્ર જાડેજાનું ડેબ્યુ

રવીન્દ્ર જાડેજાએ તેનું ડેબ્યુ ડિસેમ્બર 2012માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની સામે નાગપુરમાં કર્યું હતું. ત્યારે ઈંગ્લેન્ડની માટે જો રૂટે ડેબ્યુ કર્યું હતું. જાડેજાની ડેબ્યુ મેચમાં ભારતીય ટીમમાં સચિન તેંડુલકર પણ સામેલ હતા, અને સાથે જ વિરાટ કોહલી પણ હતો. અને હવે વર્ષો પછી પણ જાડેજા શુભમન ગિલની કપ્તાનીમાં સૌથી મોટા ખેલાડી તરીકે રવીન્દ્ર જાડેજા હતા. ડાબા હાથના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના અનુભવી ઈંગ્લેન્ડ જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમ ઈન્ડિયા માટે મોટો ફરક પાડ્યો હતો. આ યુવા ટીમમાં કેપ્ટન શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને વોશિંગ્ટન સુંદર જેવા યુવા ખેલાડીઓ હતા, પરંતુ રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીનો ટેકો હોવો ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ માત્ર બોલ અને બેટથી જ નહીં પરંતુ ડ્રેસિંગ રૂમમાં સ્થિરતા પણ લાવે છે.

રવીન્દ્ર જાડેજાના ઇન્ટરનેશનલ રેકોર્ડ્સ?

36 વર્ષીય રવીન્દ્ર જાડેજા ગણા સમયથી ICC ટેસ્ટ ઓલરાઉન્ડરની રેન્કિંગમાં નંબર 1 પર છે. જાડેજાએ 85 ટેસ્ટ મેચ, 204 ODI, 74 T20I મેચો રમી ચુક્યા છે. આ દરમિયાન ટેસ્ટમાં 3886 રન બનાવ્યા અને 330 વિકેટ લીધી છે. વન-ડેમાં 2806 રન અને 231 વિકેટ મેળવી છે. T20I માં 54 વિકેટની સાથે 515 રન બનાવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now