Home Gujarat Sports News Government Of Gujarat Women Award Sports Authority Of Gujarat Harsh Sanghvi

Sports Authority Gujarat : મહિલા રોકડ પુરસ્કાર 2024-25 માટે આ તારીખ સુધી કરો અરજી

Sports Authority Gujarat
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2025, 09:57 AM IST

ગાંધીનગરઃ રમતગમત ક્ષેત્રે પણ ગુજરાત દિન-પ્રતિદિન લાંબી છલાંગ લગાવી રહ્યું છે. ખાસ કરીને મહિલા ખેલાડીઓને પણ સ્પોટ્સ અંગે પ્રોત્સાહન મળે તે દિશામાં ગુજરાત સરકાર હાલ કામ કરી રહી છે. ખાસ કરીને તેના માટે ગુજરાત સરકારની સ્પોટ્સ વિભાગની અલાયદી વેબસાઈટ પણ ઉભી કરવામાં આવી છે. જેમાં રોકડ પુરસ્કાર અંગે અરજી કરવાની હોય છે.

વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય સ્પર્ધાઓમાં અંડર ૧૪, ૧૭, ૧૯ વયજૂથમાં ભાગ લીધેલ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત(એસ.એ.જી.) દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ: ૨૦૨૪ -૨૫ના વર્ષમાં એનાયત થનાર 'મહિલા રોકડ પુરસ્કાર ૨૦૨૪–૨૫' માટે અરજી કરી શકશે.

મહિલા ખેલાડી કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે 'મહિલા રોકડ પુરસ્કાર યોજના' માટેનું ફોર્મ ભરી શકશે. આ માટે પાત્રતા ધરાવતા મહિલા ખેલાડીઓએ ઓનલાઈન માધ્યમથી જરૂરી પ્રમાણપત્રો (મેરીટ સર્ટીફિકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે) સાથે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https://sportsauthority.gujarat.gov.in પર તા.૧૮/૦૩/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫ દરમિયાન અરજી કરવાની રહેશે, એમ જિલ્લા રમત વિકાસ અધિકારી,
અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now