Home Gujarat South Gujarat Weather Change Vapi Lightning Incident

દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં આવ્યો પલટો : વલસાડમાં મોડી રાત્રે મિનિ વાવાઝોડું

દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં આવ્યો પલટો
Published by: OBS Bureau
Last Updated: Oct 16, 2025, 06:50 PM IST

ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય બાદ પણ હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવે શિયાળાનું ધીમું આગમન શરૂ થયું છે, પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ અને ગાજવીજ સાથે નાટ્યાત્મક પલટો નોંધાયો છે.

ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે બપોર બાદ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગે દિવાળી દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં મેઘછાયા માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.


બે કલાકમાં નોંધપાત્ર વરસાદ

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ, બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.

  • વઘઈ (ડાંગ) – 24 મિ.મી

  • વાંસદા (નવસારી) – 21 મિ.મી

  • ધરમપુર (વલસાડ) – 5 મિ.મી

  • કપરાડા (વલસાડ) – 3 મિ.મી

  • પારડી (વલસાડ) – 1 મિ.મી


વલસાડમાં મિની વાવાઝોડું, વીજળીના કડાકાથી જાનહાનિ

બપોર બાદ વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક મિની વાવાઝોડું ફૂંકાયું હતું. ધમરપુર, વાંકલ અને ઓજર વિસ્તારમાં ભારે પવનના કારણે અનેક વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા, જેના પરિણામે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

આ વચ્ચે વાપી તાલુકાના કરમખલ ગામના ખાડી ફળિયા નજીક વીજળી પડવાની દુર્ઘટના બની હતી. લાકડા વીણવા ગયેલી ત્રણ મહિલાઓ પર આકાશમાંથી વીજળી ત્રાટકી, જેમાં બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે એક મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના અનુમાન અનુસાર, દિવાળીના તહેવારો દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ રહેશે અને વિખૂટા વરસાદની શક્યતા છે.

રાજ્યમાં હાલ દિવસે ઠંડક અને સાંજે પવનના ઝોકા અનુભવાઈ રહ્યા છે, એટલે ચોમાસા બાદની બેહાલ સ્થિતિ વચ્ચે શિયાળાની ઋતુ ધીમે ધીમે પ્રવેશી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
PM મોદીએ કર્યું અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ
વાવ-થરાદમાં વિકાસનો મહાઅધ્યાય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો!
Play Video
ચૈત્રી પૂનમના મેળામાં કરૂણ અકસ્માત!
બાપુનગરમાં જીગર કાઠીયાવાડીનો આતંક