અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં મકાનના હિસ્સાને લઈ પિતા–પુત્ર વચ્ચે થયેલા ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પુત્રે ઉશ્કેરાઈ પિતાને બિભત્સ ગાળો આપી ઢોર માર માર્યો હતો. ઘટના બાદ પિતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોમતીપુર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય દેવજીભાઈ વાઘેલા નિવૃત જીવન વિતાવી રહ્યા છે. ગઈ 14 મેના રોજ સવારે તેઓ શેઠ કોઠાવાળા વોરાની ચાલીના બહાર ઉભા હતા. તે દરમિયાન તેમનો પુત્ર 25 વર્ષીય બાબુભાઈ ત્યાં પહોંચ્યો હતો અને મકાનમાં પોતાનો હિસ્સો માગ્યો હતો.
દેવજીભાઈએ પુત્રને જણાવ્યું કે, "તમે પ્રેમલગ્ન કર્યા છે, તેથી મકાનમાં તમારું કોઈ હક્ક નથી." આ જવાબથી ઉશ્કેરાયેલા પુત્રે પિતાને બિભત્સ ગાળો આપી અને તેમની પાંસળીના ભાગે ઢોર માર માર્યો હતો. હુમલા બાદ દેવજીભાઈએ દવાખાને જઈ સારવાર લેવાઈ હતી.
આ ઘટના બાદ પરિવારમાં સમાધાન કરવાની કોશિશ થઈ હતી, પરંતુ વાતચીતમાં કોઈ સરવાળો ન થતાં આખરે દેવજીભાઈએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પુત્ર બાબુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
વડોદરામાં કોંગ્રેસનો ‘ચૂંટણી ઢંઢેરો’ જાહેર: ખાડા મુક્ત રસ્તા, શુદ્ધ પાણી અને કરવેરામાં રાહતના વચનો સાથે મતદારોને આકર્ષવાનો પ્રયાસ





