Home Gujarat Somnath Temple Corridor Project Has Heated Issue

સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટનો મામલો ગરમાયો : સોમપુરા બ્રાહ્મણોએ કરી વિશેષ આરતી

સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટનો મામલો ગરમાયો
Published by: OBS Bureau
Last Updated: Aug 27, 2025, 07:15 AM IST

ગીર સોમનાથમાં સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટનો મામલો ફરી એકવાર ગરમાયો છે. દુ:ખહરણ મહારાજ મંદિરે સોમપુરા બ્રાહ્મણોએ વિશેષ મહાઆરતી કરી છે. સ્થાનિકોના વિસ્થાપન મુદ્દે પ્રાર્થના કરી છે. કોરિડોરમાં સ્થાનિકોને વિસ્થાપિત ના થવું પડે તેવી પ્રાર્થના કરી દુ:ખહરણ મહારાજની મહા આરતી પણ કરી છે. આપને જણાવીએ કે, તંત્ર દ્વારા ડીમોલેશન માટે તૈયારીઓ કરાઈ છે. દુ:ખહરણ મહારાજ મંદિર યથાવત રહે તે માટે પણ વિશેષ પ્રાર્થના કરવા સમસ્ત સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પરિવાર ઉમટ્યા હતા


''કોરિડોરના અસરગ્રસ્ત લોકોને તકલીફ ન પડે...''

પ્રમુખ સોમપુરા બ્રહ્મ સમાજ હેમાલચંદ્ર ભટ્ટએ કહ્યું કે, ''પ્રભાસ પાટણમાં જે કોરિડોરના અસરગ્રસ્તો છે, જેમાં પણ ખાસ કરીને સોમપરા બ્રાહ્મણ સમાજ, જે સદીઓથી સોમનાથ મહાદેવની પૂજા કરતો આવ્યો છે. ત્યારે કોરિડોરના અસરગ્રસ્ત લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે કરીને જૂના સોમનાથ મંદિરની બાજુમાં આવેલું સોમપુરા બ્રહ્મ સમાજ હસ્તકનું દુ:ખહરણ મહારાજનું મંદિર છે. જ્યા આરતી કરવામાં આવી છે.


''...માતૃભૂમિ છોડવાનો વારો ન આવે''

હેમાલચંદ્ર ભટ્ટએ કહ્યું કે, ''આજે જે સામૂહિક આરતી કરવાનો હેતું છે કે, કોરિડોરમાં અમને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે તેમજ માતૃભૂમિ છોડવાનો વારો ન આવે તે માટે આજે દુખહરણ મહારાજને પ્રાર્થના કરવામાં આવી છે. પ્રભાસ પાટણમાં કોરિડોરમાં અંદાજે 10 જેટલા ધાર્મિક સ્થળો આવે છે, તેમજ તંત્ર દ્વારા માપણી પણ કરવામાં આવી છે. ભગવાનની વર્ષોથી પૂજા કરીએ છીએ, આ મંદિર અમારી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now