Home Gujarat Some Had Come To Celebrate Eid Some Were Going To Meet Their Children In London

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના આટલા મુસાફરોના મોત : કોઈક ઈદ મનાવવા આવ્યું હતું, તો કોઈ ક બાળકોને મળવા જઈ રહ્યા હતા લંડન

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના આટલા મુસાફરોના મોત
Published by: OBS Bureau
Last Updated: Jun 12, 2025, 01:07 PM IST

અમદાવાદ શહેરના મેઘાણીનગર IGB કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

સુરતમાં એક જ પરિવારના 3 સભ્યો બકરી ઈદ મનાવવા લંડનથી સુરત આવ્યા હતા. અકિલભાઈ નાનાબાવા તેમના પત્ની હાના નાનાબાવા અને દિકરી સારા આ ફ્લાઈટમાં સવાર હતા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ભરૂચના 2 લોકોનું મોત થયું છે. જંબુસરના સોહેલ સલીમ પટેલ અને મુમતાઝ પાર્કના અલ્તાફ ભાઈનું પણ ઘટનામાં મોત થયું છે.

ગાંધીનગરનું એક દંપતી પણ પ્લેનમાં સવાર હતું. ગૌરવ બ્રહ્મભટ્ટ અને કલ્યાણી બેન બ્રહ્મભટ્ટનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર