Home Gujarat Sog Held 4 People For Selling Porn Videos In Surat

પરફ્યુમની આડમાં પોર્નનું વેચાણ : સુરતના અડાજણમાં SOGએ દરોડો પાડી 4ની ધરપકડ કરી

પરફ્યુમની આડમાં પોર્નનું વેચાણ
Published by: OBS Bureau
Last Updated: May 21, 2025, 06:17 PM IST

સુરત શહેર SOGએ ચોક્કસ બાતમીના આધારે એક વિકૃત ગેંગની કરતૂતનો પર્દાફાશ કર્યો છે. જે પરફ્યુમની આડમાં પોર્ન વિડીયોનું વેચાણ કરતા હતા. ધંધો હતો સુગંધનો પરંતુ કૃત્ય કરતા હતા દુર્ગંધ ફેલાવવાનું. SOGએ ચારની ધરપકડ કરીને આ ગેંગના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઑ અને તેઓની ભૂમિકાની તપાસ શરૂ કરી છે.
સુરત શહેર SOGને ચોક્કસ બાતમી મળી હતી કે, અડાજણમાં જસ્ટ વિઝનરી એન્ટરટેમેન્ટ નામની દુકાનમાં ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડીયો અલગ અલગ પેકેજમાં ગ્રાહકોને વેચાણ કરવામાં આવે છે. આ બાતમીના આધારે SOGએ આયોજન પૂર્વક અહીં રેડ કરી તલાશી લેતા બાતમી સાચી પડી હતી. અને પરફયુમ વેચવાની આડમાં ગેરકાયદેસર રીતે પોર્ન વીડિયોનું વેચાણ કરવામાં આવતું હતું. આરોપીઓ પોર્ન વીડિયો આપી બનાવટી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી મસમોટી રકમ મેળવતા હોવાનો પર્દાફાશ થયો હતો.
OTT પ્લેટફોર્મ ઊભું કરી પોર્ન વિડીયો નું પેકેજ વેચતા હતા


આરોપીઓએ હાઈપ્રોફાઈલ જીવન શૈલી જીવવા અને આર્થિક રીતે સધ્ધર થવા માટે આ વેપાર શરૂ કર્યું હતું. આરોપીઓ બોગસ અને બનાવટી બેંક અકાઉન્ટ ખોલી અલગ અલગ જસ્ટ વિઝનરી એન્ટરટેન્ટમેન્ટ અને ફોરપાર્ટીસ વેનચર એલ.એલ.પી નામની કંપની બનાવી હતી. આ કંપનીની અંદર OTT પ્લેટફોર્મ અને TM પરફ્યુમની આડમાં ગ્રાહકો બનાવી VPN થકી પ્રતિબંધિત પોર્ન વિડીયો ગ્રાહક સુધી પહોંચાડતા હતા. આ પોર્ન વિડીયોમા “porn hub", "brazzers", "vixen", "Naughty America" વિગેરે પોર્ન વેબસાઇટ મારફતે મેળવી તે વીડીઓ કન્ટેન્ટ ડાઉનલોડ વસાબી સર્વરમાં અપલોડ કરતા હતા. અને ત્યાર બાદ જેલીફીન એપની મોડીફાઈ કરી તેમાં NOM 31", "Ananta", "tmtea ching” ના લોગો લગાવી NOM 31", મારફતે રૂ699/- માં 1 મહિનો , 1199 રૂ માં 3 મહિનો 4999 રૂમાં 12 મહિના , જેવા અલગ અલગ પેકેજ બનાવી ગ્રાહકોને આકર્ષતા હતા. ગ્રાહકના પૈસા બનાવટી બેંક એકાઉન્ટમાં પડાવી ગંભીર ગુનાને અંજામ આપતા હતા.
આરોપીઓ જુદા જુદા વિસ્તારોના
સુગંધની આડમાં દુર્ગંધના આ ધંધામાં કુલ ચાર આરોપી સામેલ હતા. ઈરફાન મુસ્તાક અંસારી અને વિનેશ પટેલ બંન્ને સુરતના રહેવાસી છે. જ્યારે પુજન પટેલ અમદાવાદ અને મયુર પરમાર ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાનો રહેવાસી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now