Home Gujarat Sog Action In Changodar Codeine Syrup Worth Rs 165 Lakh Seized From Eco Carone Accused Absconding

અમદાવાદમાં SOGની મોટી કાર્યવાહી : ઈકો કારમાંથી 1.65 લાખની કોડિન સિરપ જપ્ત, એક આરોપી ફરાર

અમદાવાદમાં SOGની મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Jun 03, 2025, 01:58 PM IST

Ahmdabad News:અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટની સૂચના મુજબ SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

SOG ને મળેલી બાતમીના આધારે સાણંદના ડરણ ગામના ડાભીવાસમાં રેઇડ કરવામાં આવી. આ દરમિયાન ગોવિંદભાઇ લાલાભાઇ ડાભીના મકાન સામેથી એક સફેદ ઈકો કાર (GJ-38-BF-9184) માંથી કોડિન યુક્ત કફ સિરપની 830 બોટલ મળી આવી. FSL અધિકારીની હાજરીમાં તપાસ કરતા આ સિરપ NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું જાણવા મળ્યું.પોલીસે કુલ 1,65,170 રૂપિયાની કિંમતની કફ સિરપ અને 5 લાખની કિંમતની ઈકો કાર મળી કુલ 6,65,170 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે આરોપી રણછોડભાઇ ભુપતભાઇ ડાભી (રહે. ડરણગામ) ફરાર છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 21(C), 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now