Scam Alert: TRAIના નવા નિયમો અનુસાર P, S, T, G કોડ્સથી સ્કેમર્સને પકડોઆજકાલ સાયબર ગુનેગારો બેંક, વીજળી કંપની, ઈ-કોમર્સ સાઈટ અથવા સરકારના નામે નકલી SMS મોકલીને લોકોને છેતરે છે. પરંતુ TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ 2025માં એક મહત્વનો નિયમ લાગુ કર્યો છે જે તમને માત્ર સેન્ડર આઈડી (મેસેજના મોકલનારનું નામ) જોઈને જ સાચો કે ખોટો મેસેજ ઓળખવામાં મદદ કરે છે.
TRAIના નિયમ અનુસાર સેન્ડર આઈડીમાં અંતે આ કોડ્સ હોવા જરૂરી છે
P (Promotional) — જાહેરાત, ડિસ્કાઉન્ટ ઓફર અથવા માર્કેટિંગ મેસેજ માટે.
(ઉદા: AD-OFFERS-P)
S (Service) — સેવા સંબંધિત અપડેટ્સ, રિમાઇન્ડર અથવા ઇન્ફોર્મેશન માટે.
(ઉદા: VM-BILL-S)
T (Transactional) — બેંકિંગ વ્યવહાર, OTP, ટ્રાન્ઝેક્શન અલર્ટ માટે. આ સૌથી મહત્વપૂર્ણ છે. (ઉદા: HDFCBK-T)
G (Government) — સરકારી યોજના, અધિકૃત ચેતવણી અથવા સત્તાવાર મેસેજ માટે. (ઉદા: UIDAI-G)
વાસ્તવિક મેસેજમાં સેન્ડર આઈડી સામાન્ય રીતે XX-BRANDNAME-P/S/T/G જેવું દેખાય છે (XX = નેટવર્ક અને સર્કલ કોડ).
નકલી મેસેજ કેવી રીતે ઓળખવો?
જો મેસેજ સામાન્ય 10-અંકના મોબાઈલ નંબર પરથી આવે અને બેંક અથવા સરકારી સંસ્થાનો દાવો કરે તો તે 100% નકલી છે.
સેન્ડર આઈડીમાં P, S, T, Gમાંથી કોઈ કોડ ન હોય તો તે મેસેજ પર વિશ્વાસ કરશો નહીં.
મેસેજમાં ધમકી (જેમ કે “તમારું એકાઉન્ટ બ્લોક થશે”) અથવા લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે તો તરત જ ડિલીટ કરો.
સ્કેમથી બચવા માટેની મહત્વની સલાહ
અજાણ્યા મેસેજમાં ક્યારેય લિંક ખોલશો નહીં અથવા કોઈ વિગતો શેર કરશો નહીં.
વાસ્તવિક બેંક અથવા સરકારી સંસ્થા ક્યારેય SMS દ્વારા PIN, પાસવર્ડ કે OTP માંગતી નથી.
શંકાસ્પદ મેસેજ મળે તો તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર અથવા ચક્ષુ પોર્ટલ પર રિપોર્ટ કરો.
હંમેશા બેંક અથવા સંસ્થાની ઔફિશિયલ મોબાઈલ એપ દ્વારા જ વ્યવહાર કરો.
આ પણ વાંચો: ફાટેલી અને ગંદી નોટોને ફેંકશો નહીં! : જાણો RBIના નવા નિયમો અને બદલવાની સંપૂર્ણ પ્રક્રિયા
સાવધાની એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે!
તમારા પરિવારના વડીલો અને બાળકોને પણ આ P, S, T, G કોડ્સ વિશે જરૂરથી જણાવજો, કારણ કે સ્કેમર્સ વધુને વધુ વડીલોને નિશાન બનાવે છે.આ માહિતી શેર કરીને અન્યોને પણ સુરક્ષિત રાખો!





