Home Gujarat Sir Forms 6 And 6a Received From 654 Lakh Citizens To Add Names

SIR : નામ ઉમેરવા માટે 6.54 લાખ નાગરિકો તરફથી ફોર્મ 6 અને 6એ મળ્યા : તા 30 જાન્યુઆરી સુધી દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે

SIR : નામ ઉમેરવા માટે 6.54 લાખ નાગરિકો તરફથી ફોર્મ 6 અને 6એ મળ્યા
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 02:23 PM IST

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

તા. 30 જાન્યુઆરી સુધી દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે

હવે તા.30 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.22 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 6,54,594 ફોર્મ 6 અને 6એ મળ્યા છે.

નામ કમી કરવા માટે 12,59,229 ફોર્મ 7 મળ્યા

જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 12,59,229 ફોર્મ 7 મળ્યા છે. જ્યારે સુધારણા તથા સ્થળાંતરના હેતુ સાથે કુલ 5,04,835 ફોર્મ 8 પ્રાપ્ત થયા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા દાવાઓ અને વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now