Home Gujarat Sir Camps Will Be Held At The Taluka Level In 182 Assembly Constituencies On November 29 30

ગુજરાતભરમાં SIRની પુરજોર કામગીરી : 29-30 નવેમ્બરે 182 વિધાનસભા મતવિસ્તારમાં તાલુકા સ્તરે કેમ્પ યોજાશે

ગુજરાતભરમાં SIRની પુરજોર કામગીરી
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2025, 10:54 AM IST

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર 2025 સુધી ચાલવાનો છે. હાલમાં આ ઝુંબેશમાં જોડાયેલા જિલ્લા ચૂંટણી અધિકારીઓથી માંડીને ચૂંટણીતંત્રના સૈનિકો સમાન BLO સુધીનું સમગ્ર ચૂંટણીતંત્ર સુમેળ અને સહકારની ભાવના સાથે નાગરિકોને મદદરૂપ બનવા માટે પ્રયાસરત છે. રાજ્યભરના BLO ગણતરી ફોર્મના વિતરણ, ફોર્મ ભરવા તથા 2002ની યાદીમાંથી નામ શોધવામાં મદદ કરીને ફોર્મમાં ભરવાની થતી વિગતો બાબતે નાગરિકોને માર્ગદર્શન આપી રહ્યા છે.

ગુજરાતભરમાં SIRની પુરજોર કામગીરી

મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં નાગરિકોને મદદરૂપ થવા માટે ખાસ કેમ્પનું પણ આયોજન કરવા પણ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારીત શુક્લાએ સુચના આપી છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં 15 અને 16 નવેમ્બર તથા 22 અને 23 નવેમ્બર, 2025ના રોજ ખાસ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ જ શૃંખલામાં હવે તા. 29 અને 30 નવેમ્બર 2025 એમ બે દિવસ માટે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં તાલુકા સ્તરે કેમ્પ યોજવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓને સુચના આપી છે. આવા કેમ્પમાં મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહીને મતદારોને મદદ કરશે.

ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું નામ સુનિશ્ચિત કરાવી શકશે

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મતદારો પોતાના વિધાનસભા મતવિસ્તારની કચેરીએ ગણતરી ફોર્મ જમા કરાવી શકશે તથા 2002ની મતદાર યાદીમાં તેમના નામો શોધવા માટે મદદ પણ મળી રહેશે. મુખ્ય નિર્વાચન અધિકારીએ આ કેમ્પોમાં મહત્તમ લાભ મેળવીને ગણતરી ફોર્મ ભરીને સુપરત કરવા પણ નાગરિકોને અપીલ કરી છે. જેથી સમયમર્યાદામાં ગણતરી ફોર્મ જમા કરાવી નાગરિકો આગામી તા. 9 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું નામ સુનિશ્ચિત કરાવી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
Play Video