Home Gujarat Silver Stolen From Rajkot Seized From Mehsana

રાજકોટમાંથી ચોરાયેલી ચાંદી મહેસાણામાંથી ઝડપાઈ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2 આરોપીને દબોચ્યો, 40 કિલો ચાંદી કબજે કરાઈ

રાજકોટમાંથી ચોરાયેલી ચાંદી મહેસાણામાંથી ઝડપાઈ
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 01:15 PM IST

રાજકોટમાં થયેલી 120 કિલોગ્રામ ચાંદીની ચોરીના ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાસ ઓપરેશન હાથ ધરીને આરોપીઓને 40 કિલોગ્રામ ચાંદીના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી ચાંદી ચોરીના સમગ્ર કૌભાંડમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે.

રાજકોટમાંથી ચોરાયેલી ચાંદી મહેસાણામાંથી ઝડપાઈ

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ચોરાયેલો ચાંદીનો મુદ્દામાલ મહેસાણા ખાતે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન જ ક્રાઈમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરીને આરોપીઓને દબોચી લીધા હતા. આ કેસમાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે સુરત અને વડોદરા સહિતના વિસ્તારોમાં સઘન શોધખોળ શરૂ કરી છે.

વધુ તપાસ તેજ કરવામાં આવી

પોલીસનું કહેવું છે કે સમગ્ર ચાંદી ચોરીના રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે અને આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આરોપીઓના નામ

પ્રદીપ ચંપાલાલ ભાઈ પ્રજાપતિ - ઝડપાયો

કમલેશ પ્રજાપતિ - શોધખોળ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની