Home Business Silver Price Crash Big Fall Of 12 In Silver29000 Rupees Cheaper Gold Fell By 9 Thousand

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી : 12% નો મોટો ઘટાડો... ₹29,000 સસ્તી થઈ, સોનું પણ ₹9 હજાર તૂટ્યું!

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 01:08 PM IST

Silver Price Crash: મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલુ છે અને તે સતત વધી રહ્યું છે, પરંતુ સામાન્ય રીતે વૈશ્વિક તણાવની સ્થિતિમાં તેજ ગતિએ ભાગતા સોનું અને ચાંદી અત્યારે જોરદાર રીતે ક્રેશ થઈ રહ્યા છે. ચાંદી હવે તેના ઉચ્ચતમ સ્તરથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી મળી રહી છે.

ચાંદીની કિંમતોમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું છે. ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવ જોતજોતામાં ક્રેશ થઈ ગયા હતા. સાંજે 6.15 વાગ્યે ચાંદીમાં 12 ટકાનો ભારે ઘટાડો નોંધાતા લોઅર સર્કિટ લાગી ગઈ હતી. એક ઝટકામાં ચાંદી 29,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે. આ તાજેતરના ઘટાડા બાદ, ચાંદી હવે તેના ઓલ-ટાઇમ હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી થઈ ચૂકી છે. બીજી તરફ, સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે અને તેના ભાવમાં 9,000 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવા ઉપરાંત, યુદ્ધ વચ્ચે થયેલી જોરદાર વેચવાલીના કારણે સોનું અને ચાંદી બંને તૂટ્યા છે.

ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી

સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવારે, MCX પર કારોબારની શરૂઆત થતાની સાથે જ ચાંદીનો વાયદો તેના બુધવારના બંધ ભાવ ₹2,48,194 થી ઘટીને ઓપન થયો હતો. સમાચાર લખાયા ત્યાં સુધીમાં ચાંદીનો ભાવ 12 ટકા તૂટીને ₹2,18,411 પ્રતિ કિલો પર આવી ગયો હતો. આમ, 1 કિલો ચાંદીના ભાવમાં ₹29,700 સુધીનો ઘટાડો નોંધાયો છે. જો ચાંદીના હાઈ લેવલથી અત્યાર સુધીના ઘટાડાની વાત કરીએ તો, ગત 29 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ ₹4,20,048 પ્રતિ કિલો ના લાઈફ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. આ સ્તરથી અત્યાર સુધીમાં મોટું ક્રેશ જોવા મળ્યું છે. તાજેતરના ઘટાડાના આધારે ગણતરી કરીએ તો, ચાંદી હવે તેના હાઈ લેવલથી ₹2 લાખ પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે.

સોનું પણ સતત નીચે પટકાયું

ચાંદીની સાથે સોનું પણ તૂટી રહ્યું છે. MCX પર 2 એપ્રિલની એક્સપાયરી વાળું સોનું બુધવારે ₹1,53,025 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જે ગુરુવારે 6 ટકાના ઘટાડા સાથે ₹1,43,844 પર આવી ગયું છે. એટલે કે 10 ગ્રામ 24 કેરેટ સોનાના દરમાં 9 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે તેના હાઈ લેવલ ₹1,93,096 ની સરખામણીએ અત્યારે વાયદા સોનું ₹50 હજાર સસ્તું મળી રહ્યું છે.

સોના-ચાંદીમાં ઘટાડાના મુખ્ય કારણો

સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળના કારણો જોઈએ તો યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરો સ્થિર રાખ્યા છે અને જણાવ્યું છે કે મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે વધેલા વૈશ્વિક તણાવથી આર્થિક સ્થિતિ સારી દેખાઈ રહી નથી. ફેડના આ વલણથી સોના-ચાંદી પર દબાણ વધ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવા અને ખાડી દેશોમાં ઓઈલ-ગેસ પ્લાન્ટ પર હુમલાને કારણે ક્રૂડના ભાવમાં તેજી આવી છે, જેનાથી વૈશ્વિક સ્તરે મોંઘવારીનો ખતરો વધ્યો છે. રોકાણકારો હવે સુરક્ષિત ચલણ તરીકે 'ડોલર' તરફ વળ્યા છે, જે હાલમાં મજબૂત થયો છે. ભૌગોલિક-રાજકીય (Geo-political) તણાવ હોવા છતાં, ઊંચા પોલિસી રેટ અને મજબૂત ડોલરના કારણે સોના-ચાંદીના ભાવ પર વિપરીત અસર પડી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now