Shubman Gill : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને વનડે ટીમના કેપ્ટન શુભમન ગિલ હાલમાં સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ શરૂ થાય તે પહેલાં તેને ઇન્સ્ટાગ્રામ પર પર્વતો અને નદી વચ્ચેનો એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં ચાહકોનું ધ્યાન તેના કેપ્શન કરતાં પણ વધારે તેની ગરદન પર બનેલા એક ખાસ ટેટૂ પર ગયું છે. ચાહકો સતત આ અનોખા ટેટૂનો અર્થ અને તેની પાછળ છુપાયેલા સંદેશ વિશે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા કરી રહ્યા છે.
વાયરલ પોસ્ટ અને કેપ્શન
શુભમન ગિલે પોતાની આ પોસ્ટમાં પ્રકૃતિની વચ્ચે શાંત વાતાવરણમાં બેઠેલા ફોટા સાથે કેપ્શનમાં લખ્યું છે કે, "તમારી શાંતિ તમારી શક્તિ છે." આનો અર્થ એ થાય છે કે, તમારા મનની શાંતિ જ તમારી સૌથી મોટી તાકાત છે. જોકે, ચાહકોએ માત્ર આ સુંદર લખાણ પર જ ધ્યાન આપ્યું ન હતું પરંતુ તેના ગળાના પાછળના ભાગમાં દેખાતા અનોખા ચિહ્ન પર પણ નજર દોડાવી હતી, જે અગાઉ એક જાહેરાતમાં પણ જોવા મળ્યું હતું.
ક્રિકેટ વર્લ્ડ 2027 પહેલા ટીમ ઈન્ડિયાનો માસ્ટર પ્લાન જાહેર!: કોહલી નહીં પણ... આ ખેલાડીનો શોધાઈ રહ્યો છે બેકઅપ, કોચે કરી ચોંકાવનારી વાત
ટેટૂનું અનોખું ચિહ્ન
શુભમન ગિલની ગરદનના પાછળના ભાગમાં I > ∧ ∨ ચિહ્નનું ટેટૂ બનેલું જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે, આ રહસ્યમય ટેટૂનો અસલી અર્થ શું છે? સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કોઈ સામાન્ય ડિઝાઇન નથી, પરંતુ વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય અને ભારે પ્રેરણાદાયક પ્રતીક માનવામાં આવે છે.
છુપાયેલું ખાસ રહસ્ય
આ અનોખા ટેટૂનો અર્થ ખૂબ જ ગહન અને પ્રેરણાદાયી છે. માનવામાં આવે છે કે આ ટેટૂમાં જે લખાણ છે તેનો અર્થ થાય છે, "હું મારા જીવનના ઉતાર-ચઢાવ એટલે કે સારા અને ખરાબ સમય કરતાં મોટો છું." અંગ્રેજીમાં તેને "I am greater than my highs and lows" કહેવામાં આવે છે. આ ટેટૂ માણસને ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત ન હારવાનો સંદેશ આપે છે.
FIFA World Cup 2026: ઇંગ્લેન્ડની ટીમ સાથે થઈ મોટી દુર્ઘટના: વર્લ્ડ કપ દરમિયાન ટ્રેનિંગના સાધનોની ચોરી અને ગાડીઓમાં તોડફોડ
ચિહ્નોનું સંપૂર્ણ વિશ્લેષણ
આ ટેટૂના દરેક ભાગનો એક અલગ અને ખૂબ જ ખાસ અર્થ થાય છે. સરળ શબ્દોમાં સમજીએ તો:
I = હું (એટલે કે તમારી પોતાની જાત)
> = નાથી વધુ અથવા મોટું
∧ = ઊંચાઈ, ખુશી કે સફળતા
∨ = નીચાણ, ઉદાસી કે નિષ્ફળતા
આ બધા ચિહ્નો ભેગા મળીને જીવન જીવવાનો એક મજબૂત ઉત્સાહ પૂરો પાડે છે.





