Home Gujarat Shoe Thrown At Gopal Italia In Jamnagar

જામનગરમાં ગોપાલ ઈટાલીયા પર બુટ ફેંકાયો : AAPની સભામાં હુમલો, દારૂ-ડ્રગ્સના મુદ્દે બોલતો હતો ત્યારે હુમલો કરાયાનો ઇટાલીયાનો આક્ષેપ

જામનગરમાં ગોપાલ ઈટાલીયા પર બુટ ફેંકાયો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 05:05 PM IST

જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા દરમિયાન અચાનક અણધાર્યો હંગામો સર્જાયો હતો. જાહેર મંચ પર ગોપાલ ઇટાલીયા પોતાનું પ્રવચન આપી રહ્યા હતા ત્યારે અચાનક એક વ્યક્તિ આગળ આવીને ગોપાલ ઈટાલીયા પર બુટ ફેંક્યો હતો.

છત્રપાલસિંહ જાડેજા નામનો વ્યક્તિ અગાઉથીજ સભામાં આગળ ના ભાગે બેઠો હતો અને પછી અચાનકજ તેને તક મળતા ગોપાલ ઇટાલિયા પર બુટનો ઘા કર્યો હતો,બુટનો ઘા કરતાજ સભા મંચ પર બેઠેલા નેતાઓએ નીચે કુદી જઈ હુમલાખોર છત્રપાલસિંહ જાડેજા સાથે ટપલી દાવ કર્યો હતો,બાદમાં સભામાં ઉપસ્થિત અન્ય કાર્યકરો અને લોકોએ પણ છત્રપાલસિંહ જાડેજાને બરોબર મેથીપાક આપ્યો હતો.

અગાઉથીજ બંદોબસ્તમાં હાજર પોલીસે મહામુસીબતે હુમલાખોર છત્રપાલસિંહ જાડેજાને ટોળામાંથી બહાર કાઢી પોલીસ મથકે લઇ ગઈ હતી..

આપની સભામાં અચાનક બનેલી ઘટનાથી સભામાં ક્ષણિક હડકંપ મચી ગયો હતો. આ હંગામા દરમિયાન કેટલીક ખુરશીઓને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે.પોલીસે પરિસ્થિતિને તત્કાળ નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ મારા ઉપર ચપ્પલ ફેંકાવનારને લાવ્યા અને એસ્કોર્ટ કર્યો:ગોપાલ ઈટાલીયા

જેના પર બુટ ફેંકવામાં આવ્યો તે આપ નેતા અને ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ બાદમાં મીડિયાને પ્રતિક્રિયા આપતા ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે વિશાળ જનસભા જોઈ ભાજપ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું અને મારા ઉપર હુમલો થયો.હું દારૂ ડ્રગ્સના મુદ્દે બોલી રહ્યો હતો ત્યારે મારા પર હુમલો કરવામાં આવ્યો.

ગોપાલ ઈટાલીયાએ આ મામલે પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપના ઈશારે પોલીસ દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે. હું જયારે પ્રવચન આપી રહ્યો હતો ત્યારે પોલીસની મુવમેન્ટ અચાનક વધી ગઈ હતી.અલગ અલગ દિશાઓમાંથી પોલીસ જવાનો નજીક આવી ગયા હતા અને પછી મારા પર હુમલો થયો અને તુરતજ પોલીસ હુમલાખોરને એસ્કોર્ટ કરીને લઇ ગઈ

“ગોપાલ ઈટાલીયા પર જૂતું ફેંકી મેં પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે”

પોલીસ અટકાયત બાદ હુમલાખોર છત્રપાલસિંહ જાડેજાનું વિડીયો નિવેદન સામે આવ્યું છે. તેને બદલાની ભાવના સાથે આ હુમલો કર્યો હોવાનું આ નિવેદન પરથી ફલિત થાય છે. છત્રપાલસિંહે કહ્યું કે થોડા સમય પૂર્વે ગોપાલ ઇટાલીયાએ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો એ બદલો લેવા “ગોપાલ ઈટાલીયા પર જૂતું ફેંકી મેં પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now