Home Business Shoe Company Allbirds Turns Into Ai Business Stock Surge 870 Percent

એક જ દિવસમાં પગરખા વેચતી આ કંપનીનો સ્ટોક 870% વધ્યો : સ્ટોક માર્કેટમાં મચાવી ધૂમ; હવે કરશે AIનું કામ

Allbirds NewBird AI
Published by: Nirali Gohil
Last Updated: Apr 16, 2026, 09:37 AM IST

શેરબજારમાં ક્યારે શું થઈ જાય તે કહેવું મુશ્કેલ છે, પરંતુ તાજેતરમાં એક એવી ઘટના બની છે જેણે દિગ્ગજ રોકાણકારોને પણ ચોંકાવી દીધા છે. એક સામાન્ય જૂતા વેચતી કંપનીએ જેવો પોતાનો બિઝનેસ બદલવાનો અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની દુનિયામાં પ્રવેશવાનો નિર્ણય લીધો, તેના શેરમાં રોકેટ ગતિએ તેજી જોવા મળી હતી. આ જાહેરાત બાદ કંપનીના શેરમાં એક જ દિવસમાં 870 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. ટેક કંપની જેવું વેલ્યુએશન મળતાની સાથે જ આ સ્ટોકે રોકાણકારોના પૈસા માત્ર ગણતરીના કલાકોમાં અનેકગણા કરી દીધા છે.

ગણતરીની મિનિટોમાં 9 ગણું વળતર

અમેરિકન શેરબજારમાં બુધવારે આ કંપનીનો શેર 6.82 ડોલર પર ખુલ્યો હતો. પરંતુ જેવી કંપનીએ તેની ભાવિ રણનીતિ સ્પષ્ટ કરી અને AI ક્ષેત્રે ઝંપલાવવાની જાહેરાત કરી, કે તરત જ ખરીદીનું પૂર આવ્યું હતું. થોડા જ કલાકોમાં આ શેર 24.3 ડોલરની સપાટીએ પહોંચી ગયો હતો, જે તેની શરૂઆતની કિંમત કરતા 870 ટકાનો તોતિંગ વધારો દર્શાવે છે. દિવસના અંતે શેર 16.99 ડોલર પર બંધ રહ્યો હતો, જે પાછલા બંધ ભાવ કરતા 582% વધુ હતો. આ તેજીને કારણે કંપનીનું માર્કેટ કેપ વધીને 176 મિલિયન ડોલરની આસપાસ પહોંચી ગયું છે.

આ પણ વાંચો: શેરબજારમાં રોકેટ ગતિએ તેજી : સેન્સેક્સ 550 પોઈન્ટ ઉછળ્યો, જાણો કયા 5 શેરોએ આજે 52-વીક હાઈ સપાટી વટાવી

ઓલબર્ડ્સ (Allbirds) હવે બની 'NewBird AI'

આ ચમત્કાર કરનાર કંપનીનું નામ 'ઓલબર્ડ્સ' છે. કંપનીએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તે હવે પોતાની જાતને 'NewBird AI' તરીકે રિબ્રાન્ડ કરવા જઈ રહી છે. હવે આ કંપની 'AI કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર'ના બિઝનેસમાં કામ કરશે. મહત્વની વાત એ છે કે કંપનીએ માર્ચ 2026ના અંતમાં પોતાનો જૂતાનો બિઝનેસ 'અમેરિકન એક્સચેન્જ ગ્રુપ'ને 39 મિલિયન ડોલરમાં વેચી દીધો હતો. આ સ્પષ્ટ સંકેત હતો કે કંપની હવે પરંપરાગત વ્યવસાય છોડીને ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે.

વૈશ્વિક સેન્ટિમેન્ટમાં ફેરફારનો મળ્યો લાભ

આ આશ્ચર્યજનક તેજી એવા સમયે જોવા મળી છે જ્યારે વૈશ્વિક બજારના સેન્ટિમેન્ટમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ હળવી થવાના અને શાંતિ વાટાઘાટો શરૂ થવાના અહેવાલો વચ્ચે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. જ્યારે ભૌગોલિક-રાજકીય તણાવ ઓછો થાય છે, ત્યારે રોકાણકારો જોખમી અને ઉભરતા સેક્ટર્સમાં મોટો દાવ લગાવતા હોય છે, જેનો સીધો ફાયદો આ નવી રિબ્રાન્ડ થયેલી AI કંપનીને મળ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now