Home Gujarat Shocking Incident In Ahmedabad Policeman Raises Hand On Woman Over Dropped Id Card

અમદાવાદમાં ફરજ પર હાજર પોલીસકર્મી ભાન ભૂલ્યા : ID કાર્ડ નીચે પડતાં મહિલાને સરાજાહેર ઝીંક્યો લાફો, PSI અને PI ધમકાવીને ફરિયાદ લેવાનો કર્યો ઈનકાર

અમદાવાદમાં ફરજ પર હાજર પોલીસકર્મી ભાન ભૂલ્યા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 08:53 AM IST

Ahmedabad Crime: અમદાવાદ શહેરમાં ફરી એકવાર પોલીસની કામગીરીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગત અઠવાડિયે એક વાહન ચાલકને પોલીસ દ્વારા માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો, જેની ચર્ચા હજુ શમી પણ નહોતી ત્યાં વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ નવી ઘટનામાં એક મહિલાને પોલીસ કર્મચારી દ્વારા જાહેર સ્થળે લાફા મારવામાં આવ્યા હોવાના આરોપો લાગ્યા છે.

મળતી માહિતી મુજબ, એક મહિલાના પગ પાસે પોલીસનું આઈડી કાર્ડ નીચે પડી ગયું હતું. આ બાબતે પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયો અને મહિલાને એક પછી એક લાફા માર્યા. મારની તીવ્રતા એટલી હતી કે મહિલાની આંખ પાસે ઈજા થઈ અને લોહી નીકળવા લાગ્યું. ઘટના બાદ મહિલાને ભારે આઘાત પહોંચ્યો હતો અને તે ન્યાય માટે પાલડી પોલીસ સ્ટેશન પહોંચી હતી.

મહિલાનો આરોપ છે કે જ્યારે તે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ ત્યારે ત્યાં હાજર PSI અને PI તેને ધમકાવીને ફરિયાદ લેવાનો ઈનકાર કર્યો હતો. પોલીસ અધિકારીઓએ ફરિયાદ નોંધાવવાની જગ્યાએ મહિલાને ચૂપ રહેવા અને મામલો આગળ ન વધારવા માટે દબાણ કર્યું હોવાનું પણ તેણીએ જણાવ્યું છે. છતાં પણ મહિલા હિંમત ન હારી અને મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહીને પોતાની લેખિત અરજી આપી હતી. પરંતુ ગુનો નોંધાયો ન હતો.

આ ઘટના અને જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, આ વીડિયો ગુજરાતના ખૂણે ખૂણે શેર કરો અને રાજ્યના પોલીસ વડા અને હર્ષ સંઘવીને મોકલી આપો જેથી ખબર પડે કે પોલીસના કેટલાક લાંચી અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઑ અને પોલીસના કેટલાક અધિકારીઓ કે જેને સત્તાનું ઘમંડ છે તે ગુજરાતના નાગરિકો સાથે કેવી બત્તમિઝી કરે છે અને કેવું વર્તન કરે છે." વધુમાં તેમણે ઉમેર્યું કે, આપણે બધા જ સાથે મળીને માંગણી કરીએ કે આ પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ થાય અને જે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઘટના બની છે તે પોલીસ સ્ટેશનના લોકઅપમાં આ પોલીસ કર્મચારીને રખવામાં આવે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now