Home Gujarat Shivshakti Market Fire Case Only 173 Traders Out Of 70 Thousand Contributed Fosta Decides To Return The Amount

શિવશક્તિ માર્કેટ આગ મામલો: 70 હજારમાંથી માત્ર 173 વેપારીઓએ આપ્યો ફાળો : રકમ પરત કરવાનો ફોસ્ટાનો નિર્ણય

શિવશક્તિ માર્કેટ આગ મામલો: 70 હજારમાંથી માત્ર 173 વેપારીઓએ આપ્યો ફાળો
Published by: OBS Bureau
Last Updated: May 31, 2025, 06:18 AM IST

સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગ પછી પાયમાલ થયેલા વેપારીઓને સહાયરૂપ થવા માટે ફોસ્ટા (ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ એસોસિએશન) દ્વારા શરૂ કરાયેલા રાહત ફંડમાં ભેગા કરાયેલી રૂ. 45 લાખની રકમ અંતે પીડિત વેપારીઓને આપવાને બદલે પરત ફરત કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

ફોસ્ટાએ તત્કાલ દાન માટે રિલિફ ફંડ કમિટી રચી હતી અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી દાતાઓને સહયોગ આપવાની અપીલ કરી હતી. જોકે, ટેક્સટાઈલ માર્કેટમાં સોમારૂપે 70,000 વેપારીઓ હોવા છતાં માત્ર 173 વેપારીઓએ ફાળો આપ્યો હતો. દાનની રકમમાં એક રૂપિયાથી લઈને 11, 21, 55 અને તેથી વધુ રકમો આપવામાં આવી હતી.

શરૂઆતમાં ઉંમંગભેર એ વાત થઈ હતી કે જો દરેક વેપારી માત્ર 10,000 રૂપિયા ફાળવે તો આશરે 70 કરોડ રૂપિયા એકઠા થઈ શકે. પરંતુ હકીકત એ રહી કે કુલ મળીને ફક્ત 45 લાખ રૂપિયા જ એકત્રિત થઈ શક્યા. આ રકમ દરેક પીડિત વેપારી વચ્ચે વહેંચાય તો વ્યાપારી દીઠ 3થી 4 હજાર રૂપિયા જ મળે, એવું મૂલ્યાંકન થયું.

આવતી સ્થિતિ જોઈને ફોસ્ટા દ્વારા તાકીદે બેઠક બોલાવી અને નિર્ણય લેવાયો કે આ રકમને પીડિતોને આપવાને બદલે જે-તે દાતાઓને પરત કરી દેવામાં આવશે. ફોસ્ટાના સૂત્રોએ કહ્યું કે, “માર્કેટની હાલની દયનીય સ્થિતિ એવી છે કે આખી માર્કેટ તોડી ફરી બાંધવાની ફરજ પડશે. આવી પરિસ્થિતિમાં માત્ર ટોકન સહાયથી કોઈ રાહત નહીં મળે, તેથી ટ્રાન્સપેરેન્સી જાળવીને રકમ પરત કરવાનું વધુ યોગ્ય રહેશે.”

આ સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે દાનદાતાઓની સંખ્યાથી વધુ મોટા ભાગના વેપારીઓ મૌન છે, અને જ્યારે આખી માર્કેટ પાછી ઉભી કરવાની જરૂર છે ત્યારે દાન માટે માત્ર સંવેદનશીલતા નહિ, પણ વ્યાવહારિક સહયોગ પણ જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now