Home Gujarat Shankarsinh Vaghela Attacks Government Over Gambhira Bridge Collapse

''એક જ પાર્ટીનું રાજ હોવાથી...'' : ગંભીરા બ્રિજ તૂટવા મામલે શંકરસિંહ વાઘેલાના સરકાર પર આકરા પ્રહાર

''એક જ પાર્ટીનું રાજ હોવાથી...''
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 02:37 PM IST

વડોદરામાં ગંભીરા-મુજપુર બ્રિજ તૂટવા અંગે પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નેતા શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, આ બ્રિજ સરકાની બેદરકારીના કારણે તૂટી ગયો છે, વધુમાં કહ્યું કે, ''આ બેદરકાર સરકાને આ અંગે ચિંતા કરવી જોઈએ, જે પછી અધિકારી હોય કે પછી જન પ્રતિનિધી હોય જે તમામની જવાબદારી છે''.

''એક જ પાર્ટીનો રાજ હોવાથી...''


શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ''છેલ્લા 30 વર્ષથી એક જ પાર્ટીનો રાજ હોવાથી પાર્ટીને કે, સરકારને કોઈ જ પડી નથી. લોકો મરે કે, જીવે તેમને કોઈ જ પડેલી નથી''. વધુમાં કહ્યું કે, ''નાના આવા ચોમાસામાં રસ્તાઓ ખતમ થઈ જાય છે, ખાડા પડી જાય છે, તે ખાડામાં ડૂબીને લોકો પડી જાય, પશુ પડી જાય, વાહનો પડી જાય છે. આ તમામ બાબતોમાં સરકારને જવાબદારી લેવી જોઈએ''.

''અગ્રેજો બ્રિજ બનાવતા ત્યારે તારીખ લખતા''


તેમણે કહ્યું કે, ''અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં તમે કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, ધ્યાન શું રાખો છો?, ભારતમાં જ્યારે અંગ્રેજો બ્રિજ બનાવતા ત્યારે બ્રિજ બનાવવાની તારીખ અને બ્રિજની અવધી પૂરી થવાની તારીખ પણ મોટા બોર્ડમાં લગાવતા હતા પરંતુ આ ભ્રષ્ટાચારી સરકારના પાપે બ્રિજ ક્યારે બન્યો કયાં સુધી ચાલશે અને એની હાલત કેવી છે તેની કોઈ તપાસ કરવામાં આવતી નથી જેના કારણે આજે આણંદ- વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા-મુજપુર બ્રિજ તુટ્યો જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે''.

ઈજાગ્રસ્ત અને મૃતકોના નામનું લિસ્ટ



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now