Home Gujarat Shaileshbhai Kalthia Was Born On 23rd April 1981 When The Incident Took Place In Kashmir

જન્મદિવસની ઉજવણી કરવા ગયા કાશ્મીર : એક દિવસ પહેલાં જ થયો આતંકી હુમલો, અને મૃત્યુ

જન્મદિવસની ઉજવણી કરવા ગયા કાશ્મીર
Published by: OBS Bureau
Last Updated: Apr 23, 2025, 05:27 PM IST

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થયો છે. જેમાં બે ભાવનગર અને એક સુરતના રહેવાસી શૈલેશ કળથિયા હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે મૂળ અમરેલાના શૈલેષભાઈ આમ તો સુરતમાં વસવાટ કરતા હતા પરંતુ થોડા સમય પહેલાં તેઓ પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થયા હતા. અને તેઓ સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા.

જન્મદિવસની ઉજવણી કરવા ગયા તા કાશ્મીર

શૈલેશભાઈ કળથિયાનો જન્મ 23મી એપ્રિલ 1981ના રોજ થયો હતો. એટલે કે પહેલગામની ઘટનાના બરાબર એક દિવસ પછી તેમનો જન્મદિવસ હતો જે તેઓ કાશ્મીરમાં ઉજવવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ જન્મદિવસની ઉજવણી કરે તે પહેલાં જ હુમલો થયો અને તેમનું મૃત્યુ નિપજ્યું.

આપને જણાવી દઈએ કે આતંકી હુમલાની ઘટના પછી તાત્કાલિક અસરથી પાકિસ્તાન વિરૂદ્ધ ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તો બીજી તરફ કાશ્મીર ઘાટીમાં હુમલાખોર આતંકીની શોધમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now