Home International Shahed 149 Gaza Which Is Capable Of Striking Targets Up To 4 000 Km Away

અમેરિકાના ટક્કર આપવા ઈરાને તૈયાર કર્યું ખતરનાક હથિયાર : 4000 કિમી સુધી ટાર્ગેટ થઈ શકે છે તબાહ

અમેરિકાના ટક્કર આપવા ઈરાને તૈયાર કર્યું ખતરનાક હથિયાર
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 06:56 AM IST

ઈરાને તેના સૌથી એડવાન્સ્ડ માનવરહિત ફાયટર વિમાન (UCAV) શહીદ-149 'ગાઝા'માં કાર્યરત કરી દીધું છે. આ ડ્રોન 4,000 કિલોમીટર દૂર સુધીના લક્ષ્યો પર હુમલો કરવામાં સક્ષમ છે અને તેને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સને સોંપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હાઈ ઓલ્ટિટ્યૂડ, લૉન્ગ એડ્યોરન્સ ધરાવતા ડ્રોને 'ગ્રેટ પ્રોફેટ' સૈન્ય અભ્યાસ દરમિયાન તેની શક્તિનું પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે લક્ષ્યોને સચોટ રીતે માર્યા હતા.. શહીદ-149માં અત્યાધુનિક એવિઓનિક્સ સિસ્ટમ્સ છે, જેમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ સેન્સર, લેસર રેન્જફાઇન્ડર અને સેટેલાઇટ કમ્યુનિકેશન એન્ટેનાનો સમાવેશ થાય છે. તે 500 કિલોમીટરના અંતરમાં સર્વેલન્સ કરી શકે છે અને સ્ટીલ્થ એરક્રાફ્ટને શોધી કાઢવામાં પણ સક્ષમ છે.

શહીદ-149 ડ્રોનની વિશેષતાઓ

વિંગસ્પેન- 21 મીટર
હથિયારોની ક્ષમતા- 500 કિગ્રા સુધી
ફ્લાઇટ સમય: 25 કલાક સુધી
ક્રૂઝિંગ સ્પીડ: 215 કિમી/કલાક
મહત્તમ ઊંચાઈ: 35,000 ફૂટ

અમેરિકાના MQ-9 રીપર ડ્રોનનો જવાબ

શહીદ-149ને ઈરાન દ્વારા અમેરિકન MQ-9 રીપર ડ્રોનને જવાબ આપવા માટે વિકસાવવામાં આવ્યું છે. તેની ડિઝાઇન અને પાવરને ધ્યાનમાં રાખીને, તે અમેરિકાના હાઇ-ટેક રીપર ડ્રોનને ટક્કર આપે છે. શહીદ-149 એ જૂના શહીદ-129 મોડલનું અપગ્રેડેડ વર્ઝન છે, જેમાં પેલોડ અને રેન્જ વધારવામાં આવી છે. આ ડ્રોન 750 હોર્સપાવર ટર્બોપ્રોપ એન્જિન દ્વારા સંચાલિત છે અને તે 350 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક