Home Gujarat Ahmedabad Sg Highway Heavy Vehicle Ban Till 15 January 2027 Ahmedabad Gandhinagar

અમદાવાદીઓ માટે મોટા સમાચાર : 6 મહિના માટે બંધ કરાયો SG હાઇવે!, આ વહાનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના

sg highway
Published by: Chintan Chavda
Last Updated: Jul 18, 2026, 05:22 AM IST

અમદાવાદ: ગુજરાતના સૌથી વ્યસ્ત અને વીઆઈપી માર્ગોમાં ગણાતા અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે પર મુસાફરી કરતા લાખો વાહનચાલકોને આગામી છ મહિના સુધી ટ્રાફિકની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નર્મદા કેનાલ ક્રોસિંગ નજીક લાંબા સમયથી સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. 32 કરોડના ખર્ચે નવા ચાર માર્ગીય રોડના નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટની કામગીરી હાલમાં જોરશોરથી ચાલી રહી હોવાથી હાઇવેના કેટલાક ભાગમાં માર્ગની પહોળાઈ કામચલાઉ ધોરણે ઘટી ગઈ છે, જેના કારણે પીક અવર્સ દરમિયાન વાહનોની અવરજવર પર સીધી અસર જોવા મળી રહી છે.

બાંધકામ દરમિયાન ભારે મશીનરી, ક્રેન અને જેસીબી સહિતના સાધનો સતત કાર્યરત હોવાથી માર્ગ સુરક્ષા પણ મહત્વનો મુદ્દો બન્યો છે. ખાસ કરીને સવાર અને સાંજના વ્યસ્ત સમયમાં અકસ્માતનું જોખમ વધી શકે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ અને માર્ગ-મકાન વિભાગે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકી છે.

આ પણ વાંચો: ગિરનાર જતાં પહેલાં હવે ફરજિયાત IN/OUT રજિસ્ટ્રેશન : આજથી ઓનલાઈન સિસ્ટમ અમલમાં; જાણો કેવી રીતે મળશે એન્ટ્રી

વૈષ્ણોદેવી સર્કલથી ચ-0 સર્કલ સુધી ભારે વાહનો માટે દિવસ દરમિયાન નો-એન્ટ્રી

નવી વ્યવસ્થા અનુસાર અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલથી ગાંધીનગરના ચ-0 સર્કલ સુધીના એસ.જી. હાઇવે પર સવારના 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી તમામ ભારે કમર્શિયલ વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 15 જાન્યુઆરી, 2027 સુધી અમલમાં રહેશે. અધિકારીઓનું માનવું છે કે આ પગલાથી બાંધકામ દરમિયાન ટ્રાફિકનું દબાણ ઘટશે અને સામાન્ય વાહનચાલકોને રાહત મળશે.

પ્રશાસને ભારે વાહનો માટે શહેરની બહારના રીંગ રોડ અને અન્ય વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને પણ અગાઉથી રૂટ પ્લાનિંગ કરવાની સૂચના આપવામાં આવી છે જેથી હાઇવે પર અનાવશ્યક ટ્રાફિકનું ભારણ ન વધે.

આ પણ વાંચો: ગોધરા રેલવે સ્ટેશન પર લોકાર્પણના કલાકોમાં જ લિફ્ટ ખોટકાઈ : ફસાયા હતા 6 લોકો, કટર મશીનથી કપવો પડ્યો લિફ્ટનો દરવાજો

નર્મદા કેનાલ વિસ્તાર લાંબા સમયથી ટ્રાફિક બોટલનેક

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દરરોજ હજારો ખાનગી વાહનો, સરકારી બસો, કર્મચારીઓ તથા માલવાહક વાહનોની અવરજવર રહે છે. નર્મદા કેનાલ ક્રોસિંગ નજીકનો વિસ્તાર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક બોટલનેક તરીકે ઓળખાય છે, જ્યાં પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો જોવા મળે છે. નવા ચાર માર્ગીય માર્ગના નિર્માણ બાદ આ વિસ્તારમાં ટ્રાફિકની ગતિ સુધરવાની અને મુસાફરીનો સમય ઘટાડવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેમ છતાં બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને મુસાફરી માટે વધારાનો સમય રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે બાંધકામ દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે જેથી જાહેર જનતાને શક્ય તેટલી ઓછી મુશ્કેલી પડે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now