Home Gujarat Serious Lack Of Hygiene At Famous Restaurant Mocha Roast Basket Contains Insects

અમદાવાદની પ્રખ્યાત MOCHA રેસ્ટરોરાન્ટમાં હાઈજિનનો ગંભીર અભાવ : રોટલીની બાસ્કેટમાંથી જીવડાં નીકળ્યાં, AMCએ 25,000નો દંડ ફટકાર્યો

અમદાવાદની પ્રખ્યાત MOCHA રેસ્ટરોરાન્ટમાં હાઈજિનનો ગંભીર અભાવ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 27, 2025, 12:01 PM IST

અમદાવાદની સીજી રોડ પર આવેલી ફેમસ MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. પરિવાર રેસ્ટોરન્ટમાં બેઠો હતો ત્યારે વેઇટર વાંસની બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો, પરંતુ બાસ્કેટમાંથી જીવડા નીકળીને સીધા ટેબલ પર ફરવા લાગ્યા. આ જોઈ પરિવારના સભ્યો આશ્ચર્યચકિત અને નારાજ થઈ ગયા હતા.

આવો કડવો અનુભવ થતાં ગ્રાહકે તરત જ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી, પરંતુ તેમની તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો કે કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના કારણે અંતે પરિવારને AMCના ફૂડ વિભાગમાં ફરિયાદ કરવી પડી.
ફરિયાદ બાદ AMC ની ટીમ તરત જ રેસ્ટોરન્ટમાં પહોંચી અને અહીં સ્વચ્છતા અંગેની વિગતવાર તપાસ કરી હતી. તપાસ દરમિયાન હાઈજિનના ગંભીર અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે ફૂડ વિભાગે MOCHA રેસ્ટોરન્ટ પર રૂ. 25,000નો દંડ ફટકાર્યો છે.

AMC એ રેસ્ટોરન્ટને ભવિષ્યમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા સૂચના પણ આપી છે. આ ઘટનાને કારણે ગ્રાહકોમાં પણ રેસ્ટોરન્ટની સુરક્ષા અને હાઈજિન અંગે ચર્ચા શરૂ થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now