Home Gujarat Serious Hit And Run Incident In Mahisagar

મહીસાગરમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના : ગાડીમાંથી મળી દારૂની બોટલ, નશામાં ધૂત શિક્ષકે સર્જ્યો ભયાનક અકસ્માત

મહીસાગરમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 06:37 AM IST

Mahisagar Hit and Run : મહીસાગર જિલ્લામાં નશાધૂત શિક્ષક દ્વારા હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. લુણાવાડા–શામળાજી હાઇવે પર લીમડિયા ચોકડી પાસે આ અકસ્માત બન્યો હતો. ખાનપુર તાલુકાના લીમડિયા ચોકડી નજીક સંજય નાયક નામના શિક્ષકે પોતાની બ્રેઝા કાર નશાની હાલતમાં ચલાવતાં લુણાવાડાના બુલેટ સવાર વિજય રાણાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સીધી રસ્તા કિનારે આવેલી દુકાનમાં ઘુસી ગઈ.

કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી

સદનસીબે દુકાનમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો. બુલેટ સવાર વિજય રાણા ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તરત જ લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. સ્થાનિક લોકોએ અકસ્માત બાદ સંજય નાયકની હાલત જોતા તેણે નશો કર્યો હોવાનું નિસંદેહ જણાયું હતું. લોકોએ તો તેને મેથીપાક પણ ચખાડ્યો હતો. બાદમાં સંજય નાયકની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી, જેના પગલે નશામાં કાર હંકારવાનો મુદ્દો વધુ સ્પષ્ટ બન્યો.

પોલીસે તપાસ હાથધરી

ઘટનાની જાણ થતાં બાકોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી સંજય નાયકને ધરપકડ કરી કડક કાર્યવાહી શરૂ કરી છે. સાથે સાથે નશામાં વાહન ચલાવવાના ગુનાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા શિક્ષણ વિભાગને લેખિતમાં જાણ કરી સંજય નાયક વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવા માગણી કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now