Home Gujarat Serious Accident On Ring Road In Aslali Area

અસલાલી વિસ્તારમાં રિંગ રોડ પર ગંભીર અકસ્માત : સ્વિફ્ટ કાર રેલિંગ તોડી અંદર ઘૂસી, એક યુવકનું મોત

અસલાલી વિસ્તારમાં રિંગ રોડ પર ગંભીર અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 11:15 AM IST

Ahmedabad Accident : અમદાવાદના અસલાલી વિસ્તારમાં રિંગ રોડ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સ્વિફ્ટ કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડની બાજુમાં આવેલી રેલિંગ તોડી અંદર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અકસ્માતમાં એક યુવકનું મોત

પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક અને તેના મિત્રો બિલ આપી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત થયો હતો. અચાનક ગાડી પરનો કાબુ છૂટતા રેલિંગ તૂટી ગઈ અને કાર રોડની બહાર જઈ ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે તપાસ હાથધરી

અસલાલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અકસ્માતના સાચા કારણો જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now