Home Gujarat Serious Accident On Dena Bridge In Vadodara

વડોદરામાં દેણા બ્રિજ પર ગંભીર અકસ્માત : કાર બચાવવાના પ્રયાસમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાયો, ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બચાવ્યો જીવ

વડોદરામાં દેણા બ્રિજ પર ગંભીર અકસ્માત
Published by: Offbeat Team
| Last Updated: Feb 04, 2026, 10:35 AM IST

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર આવેલા દેણા બ્રિજ પર ફરી એક ગંભીર અને વિચિત્ર અકસ્માત સર્જાયો છે. સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રક ચાલકે આગળ ચાલતી કારને બચાવવાનો પ્રયાસ કરતાં અચાનક બ્રેક મારતાં ટ્રકના પાછળ લદાયેલા લોખંડના એંગલો આગળ સરકી કેબિનમાં ઘૂસી ગયા હતા. આ ઘટનામાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે ફાયર વિભાગે એક કલાક સુધી કઠોર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવું પડ્યું.

ટ્રક ચાલકે અકસ્માત ટાળવા બ્રેક મારી અને...

પ્રાપ્ત માહિતી મુજબ, દેણા બ્રિજ પર ટ્રાફિક વચ્ચે અચાનક કાર આગળ આવતાં ટ્રક ચાલકે અકસ્માત ટાળવા બ્રેક મારી હતી. પરંતુ બ્રેક લાગતા જ ટ્રકના પાછળ રહેલા ભારે લોખંડના એંગલો આગળ ધસી આવ્યા અને સીધા કેબિનમાં ઘૂસી જતા ડ્રાઇવર બંને પગ સાથે ફસાઈ ગયો. ઘટનાની જાણ થતા વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને કોલ મળતા ERC ફાયર સ્ટેશન અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

ભારે જહેમત બાદ ટ્રક ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો

ફાયર વિભાગની બંને ટીમોએ આધુનિક કટર અને રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરીને સીટ અને સ્ટિયરિંગનો ભાગ કાપી, લગભગ એક કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્ત ટ્રક ચાલકની ઓળખ નારાયણ જગદીશ રબારી તરીકે થઈ છે. તેને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના કારણે નેશનલ હાઇવે-48 પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક નિયંત્રણ અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રકને રોડ પરથી હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી, ત્યારબાદ વાહનવ્યવહાર ધીમે ધીમે પુનઃ શરૂ થયો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કમોસમી આફત!: દેશના 17 રાજ્યોમાં તોફાની પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

કમોસમી આફત!

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ: માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ
Play Video

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ": કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલા બાબા અંગે પૂર્વ IPSએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ"

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, સિંધી સમાજને પાઠવી ચેટીચાંદની શુભેચ્છાઓ

અમદાવાદ

લાલબત્તી સમાન કિસ્સો: મફત કપડાં અને બિસ્કિટની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના કાઢી લીધા

લાલબત્તી સમાન કિસ્સો

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી: આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે કરાયું ‘ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન’

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

કુદરત રૂઠી: કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોનો કોળિયો છીનવ્યો, ઉભા પાકનો સોથ વળતા ધરતીપુત્રો પાયમાલ

કુદરત રૂઠી
Play Video